Gujarat DGP : ગુજરાતના નવા DGP તરીકે ડો.કે.એલ.એન. રાવનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના DGP વિકાસ સહાયનું એક્ટેન્શન પૂર્ણ થતાં 31 ડિસેમ્બરે તેઓ નિવૃત્ત થયા છે. ડૉ કે.એલ.એન. રાવને ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ DGP બનાવાયા છે. હાલ કે. એલ.એન.રાવ CID ક્રાઈમમાં કાર્યરત છે.
ડો.કે.એલ.એન. રાવ 1992ની બેંચના IPS અધિકારી
ડો.કે.એલ.એન. રાવ 1992ની બેંચના IPS અધિકારી છે. તેમની નિવૃત્તિને 22 મહિનાનો સમય બાકી છે. ડૉ. કે.એલ.એન.રાવે ખેડા, મહેસાણા, સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં પણ ફરજ બજાવી હતી. રાજકોટ રેન્જ DIG અને અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર પણ રહી ચૂક્યા છે. તેમણે ઘણા સમય સુધી ગુજરાતની અનેક જેલોના વડા તરીકે પણ ફરજ નિભાવી છે.
જી.એસ. મલિક પણ ડીજીપીની રેસમાં હતા
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક પણ ડીજીપીની રેસમાં હતા. પરંતુ હાલ ઇન્ચાર્જ ડીજીપી મુકવા અંગેનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. સિનિયર મોસ્ટ આઈપીએસ અધિકારી તરીકે ડો. રાવ હોવાના કારણે તેમને ઇન્ચાર્જ ડીજીપી તરીકે હાલમાં મૂકવામાં આવ્યા છે.
આ પણ વાંચો – નવા વર્ષમાં હેપ્પી ન્યૂ યર મેસેજ માટે શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરો, આવી રીતે રહો સચેત
ડૉ. કે લક્ષ્મી નારાયણ રાવનો જન્મ 26 ઓકટોબર,1967ના રોજ થયો હતો. તે તેલંગાણાના રહેવાસી છે.
