વડોદરા સ્ટેશન પર બ્લોકના કારણે અમદાવાદની આ પેસેન્જર ટ્રેનો પ્રભાવિત થશે, જુઓ લિસ્ટ

વડોદરા સ્ટેશન પર બ્લોકના કારણે અમદાવાદની આ પેસેન્જર ટ્રેનો પ્રભાવિત થશે, જુઓ લિસ્ટ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


ગુજરાતમાં પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશન પર લાઇન નં. 3 પર એન્જિનિયરિંગ (કમ્પ્લીટ ટ્રેક રિન્યૂઅલ) કામ માટે 24 ડિસેમ્બર 2025થી 25 દિવસનો બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ મંડળથી ચાલતી કેટલીક પેસેન્જર ટ્રેનો પ્રભાવિત થશે. પ્રભાવિત ટ્રેનોની વિગત નીચે મુજબ છે :–

શોર્ટ ટર્મિનેટ થનારી ટ્રેનો

1. ટ્રેન નં. 69108 અમદાવાદ–વડોદરા મેમૂ તારીખ 24.12.2025 થી 17.01.2026 સુધી બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન બાજવા–વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
2. ટ્રેન નં. 69102 અમદાવાદ–વડોદરા મેમૂ તારીખ 24.12.2025 થી 17.01.2026 સુધી બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન બાજવા–વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
3. ટ્રેન નં. 19036 અમદાવાદ–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ તારીખ 24.12.2025 થી 17.01.2026 સુધી બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન બાજવા–વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

શોર્ટ ઓરિજિનેટ (પ્રારંભ) થનારી ટ્રેનો

1. ટ્રેન નં. 69107 વડોદરા–અમદાવાદ મેમૂ તારીખ 24.12.2025 થી 17.01.2026 સુધી બાજવા સ્ટેશન થી શોર્ટ ઓરિજિનેટ થશે તથા વડોદરા–બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
2. ટ્રેન નં. 19035 વડોદરા–અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ તારીખ 24.12.2025 થી 17.01.2026 સુધી બાજવા સ્ટેશન થી શોર્ટ ઓરિજિનેટ થશે તથા વડોદરા–બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

યાત્રીઓને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગે વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *