એક્ટિવા પાડી, જમીન પર ઢસડ્યા! દોઢ મિનિટ સુધી વૃદ્ધને મારતો રહ્યો આ નરાધમ, વીડિયો જોઈ હચમચી જશો

એક્ટિવા પાડી, જમીન પર ઢસડ્યા! દોઢ મિનિટ સુધી વૃદ્ધને મારતો રહ્યો આ નરાધમ, વીડિયો જોઈ હચમચી જશો

ધર્મ RELIGION
Spread the love


Final Up to date:

Dwarka Information Viral CCTV: ગુજરાતમાં લો એન્ડ ઓર્ડરને અરીસો દેખાડતી ગંભીર ઘટના હાલ દ્વારકા જિલ્લાના ભાણવડમાંથી સામે આવી છે, જ્યાં એક આધેડે એક 79 વર્ષિય વૃદ્ધને એક્ટિવા પરથી પાડી, જમીન પર ઢસડ્યોને પછી દોઢ મિનિટ સુધી નિર્દય રીતે માર મારતો રહ્યો. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે, જે હચમચાવતા વીડિયોને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

CCTVને આધારે પોલીસ તપાસ શરૂ.CCTVને આધારે પોલીસ તપાસ શરૂ.
CCTVને આધારે પોલીસ તપાસ શરૂ.

દ્વારકા: ગુજરાતમાં મહિલાઓ, વિદ્યાર્થીઓ બાદ હવે વૃદ્ધોની સુરક્ષા પર પણ પ્રશ્નો ઉઠ્યા છે. કારણ કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ફળ વેચનારી રેકડીની નજીવી વાતને લઈને એક યુવકે 69 વર્ષીય વૃદ્ધ પર જીવલેણ હુમલો કર્યો છે, જેનો દોઢ મિનિટનો કાળજું કંપાવનારો વીડિયો CCTV કેમેરામાં કેદ થયો છે. આ ઘટનાએ સ્થાનિક વૃદ્ધ વર્ગમાં ભયનો માહોલ ફેલાવી દીધો છે અને કાયદો-વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.

ઘટનાની વિગતો અનુસાર, ભાણવડ શહેરમાં રહેતા હેમેન્દ્રભાઈ દતાણી (69) ફળ વેચનારી રેકડી ચલાવે છે. આગલા દિવસે રેકડીની જગ્યાના વિવાદને લઈને આરોપી નીમીષ ઘેલાણીએ હેમેન્દ્રભાઈને ફોન પર ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બીજા દિવસે હેમેન્દ્રભાઈ પોતાની એક્ટિવા પર નીકળ્યા હતા, ત્યારે નીમીષે તેમને રોકીને ગાળો કાઢી અને ઢીકાપાટુ વડે બેફામ માર માર્યો હતો. હુમલાના કારણે અશક્ત વૃદ્ધ જમીન પર ઢસી પડ્યા હતા અને આરોપી તેમને સતત દોઢ મિનિટ સુધી મારતો રહ્યો. આ આખી ઘટના CCTVમાં કેદ થઈ ગઈ, જે જોઈને કોઈનું પણ કાળજું કંપી ઉઠી જાય.

ઘટના બાદ ઇજાગ્રસ્ત હેમેન્દ્રભાઈને તાત્કાલિક જામખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને આંખ, કાન, માથા તથા હાથમાં ગંભીર ઇજાઓ થઈ હોવાનું નિદાન કરવામાં આવ્યું છે. તેમની તબિયત હાલ સ્થિર છે, પરંતુ આ હુમલાએ તેમને માનસિક આઘાત પહોંચાડ્યો છે. આવી નજીવી વાત માટે કોઈ વૃદ્ધને જીવલેણ હુમલો કરવો એ અમાનવીય છે. ત્યારે પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરે તેવી માંગ હાલ ઉઠવા પામી છે.

હાલ આ મામલે ભાણવડ પોલીસ સ્ટેશનમાં આરોપી નીમીષ ઘેલાણી વિરુદ્ધ ગંભીર IPC કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જેમાં હુમલો, ધમકી અને જાનથી મારવાનો પ્રયાસનો સમાવેશ થાય છે. ત્યારે CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને આરોપીને ટ્રેસ કરવાના પ્રયાસો ચાલુ છે. નોંધનીય છે કે, આ ઘટના અત્યંત ગંભીર છે. ત્યારે CCTV ફૂટેજના આધારે આરોપીને ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લો એન્ડ ઓર્ડર પર સવાલો ઉભા કરતી બાળકો અને મહિલાઓ સાથેની ઘટનાઓ સામે આવી છે. ત્યારે હાલ શહેરમાં વૃદ્ધ પર થયેલા આ હિંસક હુમલાએ સ્થાનિકોમાં ભયનું વાતાવરણ ફેલાવ્યું છે. અને જાહેરમાં વૃદ્ધો પર આવા હુમલા થાય તો કોણ સુરક્ષિત રહેશે? તેવા સવાલો ઉભા થયા છે, ત્યારે સરકારે વૃદ્ધો માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવી જોઈએ એવી માંગ ઉઠી છે. જેથી પોલીસ અને વહીવટી વ્યવસ્થા પાસે આવા કેસોમાં ત્વરિત કાર્યવાહીની અપેક્ષા વધી ગઈ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *