સ્વામીનારાયણ સંપ્રદાયના સંતની દ્વારકાધીશ અંગેની ટીપ્પણીને લઈને વિવાદનો મધપૂડો છંછેડાયો છે, ત્યારે દ્વારકા સ્વામિનારાયણ મંદિરનાં મહંત માધવ સ્વામીએ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે. માધવ સ્વામીએ કહ્યું કે, હિન્દુ દેવી-દેવતાઓનું કોઈ ખંડણ કરતું હોય તો એ તેમની પોતાની વિચારધારા છે, આ સ્વામિનારાયણ સંપ્રદાયની વિચારધારા નથી. તેમણે સમગ્ર સંપ્રદાય વતી માફી પણ માગી હતી. તેમણે કહ્યું કે, સ્વામિનારાયણ સાધુઓ દ્વારા થયેલી ટિપ્પણીઓ બદલ ભગવાન દ્વારકાધીશનાં ચરણોમાં કરબદ્ધ પ્રાર્થના. તેમણે ગુગળી બ્રાહ્મણોની સેવાભાવના અને ઉદારતાનો ઉલ્લેખ પણ કર્યો હતો. સાથે જ તમામ ધર્મો અને સંપ્રદાયોને શાંતિ અને સન્માન જાળવવા અપીલ કરી છે. મહત્વનું છે કે, તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત દ્વારા દ્વારકાધિશને લઈને વિવાદિત ટીપ્પણી કરવામાં આવી હતી.
Source link
