અફઘાનિસ્તાને સારી શરૂઆત કરી, દક્ષિણ આફ્રિકાના ઓપનર ટોની ડી જોર્ઝીને વહેલી તકે પેવેલિયન પાછો મોકલી દીધો, પરંતુ રિકી રિકેલ્ટને સુકાની બાવુમા (58) સાથે મળીને ઈનિંગને સંભાળી. બંને વચ્ચે બીજી વિકેટ માટે 127 રનની ભાગીદારી થઈ, જેમાં પહેલા રિકેલ્ટન અને પછી બાવુમાએ પોતપોતાની અડધી સદી પૂરી કરી. ટૂંક સમયમાં રિકીએ તેની ODI કારકિર્દીની પહેલી સદી પણ પૂર્ણ કરી. તે 103 રન બનાવીને આઉટ થયો હતો.
