Final Up to date:
216 રનના ટાર્ગેટનો પીછો કરતા જ્યારે ભારતની અડધી ટીમ ખાલી 82 રન પર ડગઆઉટ થઈ ચુકી હતી, ત્યારે શિવમ દુબેએ બુધવારની રાત મેદાન પર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી નાખ્યો.
વિશાખાપટ્ટનમ: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ચોથી ટી20માં શિવમ દૂબેએ ખાલી 15 બોલમાં ફિફ્ટી ફટકારી દીધી. આ ભારત માટે ટી20માં યુવરાજ સિંહ, અભિષેક શર્મા બાદ ત્રીજો સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ હતો. 216 રનના ટાર્ગેટનો પીછો કરતા જ્યારે ભારતની અડધી ટીમ ખાલી 82 રન પર ડગઆઉટ થઈ ચુકી હતી, ત્યારે શિવમ દુબેએ બુધવારની રાત મેદાન પર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી નાખ્યો. તે 23 બોલમાં 65 રન બનાવીને નોન સ્ટ્રાઈક એન્ડ પર રન આઉટ થઈ ગયો.
12મી ઓવરમાં તો સ્પિનર ઈશ સોઢી વિરુદ્ધ આ ડાબેરી બેટ્સમેને ધમાલ મચાવી દીધી. બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી તેણે એ ઓવરમાં કૂલ 29 રન લીધા. સ્ટેડિયમમાં બેઠેલા ચાહકોને ખૂબ જ મનોરંજન કરાવ્યું. આઉટ થતાં પહેલા શિવમ દૂબેએ 282.6ની સ્ટ્રાઈક રેટથી ત્રણ ચોગ્ગા અને સાત ગગનચુંબી છગ્ગાની મદદથી 23 બોલમાં 65 રન બનાવી દીધા.
ચેઝમાં ભારતીય ટીમની શરુઆત ખૂબ જ ખરાબ રહી હતી. ખાલી 9 રનના સ્કોર સુધી અભિષેક શર્મા અને કપ્તાન સૂર્યકુમાર યાદવની વિકેટ પડી ગઈ. અભિષેક શર્મા શૂન્ય પર પહેલા જ બોલ પર મેટ હેનરીનો શિકાર બન્યો. તો વળી સૂર્યકુમાર યાદવ 8 રન બનાવી જૈકબ ડફીએ કોટ એન્ડ બોલ્ડ કર્યો. સંજૂ સૈમસનનું ખરાબ ફોર્મ હજુ પણ ચાલું છે અને તે 24 રન બનાવીને આઉટ થઈ ગયો. રિન્કૂ સિંહ જરુર થોડો લયમાં દેખાયો. પણ તે પોતાની ઈનિંગ્સ મોટી કરી શક્યો નહીં. રિન્કૂએ 3 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 30 બોલમાં 39 રન બનાવ્યા.
રિન્કૂ સિંહ આઉટ થવાના સમયે ભારતનો સ્કોર 82/5 હતો. ત્યાર બાદ શિવમ દૂબેની આક્રમક બેટિંગ જોવા મળી. શિવમે 6 છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી ખાલી 15 બોલ પર ફિફ્ટી ફટકારી. શિવમ દૂબે અડધી સદી ફટકાર્યા બાદ લાંબા સમય સુધી ક્રીઝ પર ટકી શક્યો નહીં અને તે રનઆઉટ થઈ ગયો. અહીંથી ભારત માટે જીત મેળવવી મુશ્કેલ હતી અને એવું જ થયું. હર્ષિત રાણા (9 રન), અર્શદીપ સિંહ (0 રન), જસપ્રીત બુમરાહ (4 રન) અને કુલદીપ યાદવ (1 રન) આઉટ થનારા છેલ્લા બેટ્સમેન રહ્યા. કીવી કપ્તાન મિચેલ સેંટનરે ત્રણ ખેલાડીને આઉટ કર્યા હતા.
Jan 28, 2026 10:28 PM IST

