ભાણવડ તાલુકા પંચાયતમાં કરાર આધારિત ફરજ બજાવતો આસિસ્ટન્ટ વર્ક મેનેજર ACBના છટકામાં આવી ગયો છે. મિહિર બારોટ નામના શખ્સે 3500 રૂપિયાની લાંચ માગી હતી. આ શખ્સે મનરેગા યોજના અંતર્ગત વાઢીયુ ઘાંસ કાઢવાની સહાયના 23000 પેટેના બાકી રહેતા 9000 રૂપિયા ચૂકવવા બદલ 3500 રૂપિયાની લાંચ માગી હતી. જોકે, ફરિયાદીને આ લાંચ આપવી યોગ્ય ન લાગતા તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ આયોજન મુજબ ફરિયાદી મિહિર બારોટને લાંચ આપવા પહોંચ્યો હતો અને ત્યારે જ ACBએ તેને રંગે હાથ દબોચી લીધો હતો. સમગ્ર મામલે ACBએ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Source link
