દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 24 કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદ ખાબકતા જામ દેવરિયા ગામમાં ચોતરફ વરસાદી પાણી ફરી વળ્યા હતા. મહત્વનું છે કે ગામડામાં વરસાદી પાણી ફરી વળતા જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતુ. તો ખેડૂતોના ખેતર પણ પાણીથી તરબોળ થઈ જતાં જગતના તાતે ફરી એકવખત રાતે પાણી રડવાનો વારો આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે છે કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી અને સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Source link
