જીવનશૈલી | સ્મોકિંગ (Smoking) સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને શરીરના લગભગ દરેક અંગને નુકસાન પહોંચાડે છે. વધુમાં તે વિવિધ પ્રકારના કેન્સર, હૃદય રોગ, સ્ટ્રોક, COPD અને ડાયાબિટીસનું જોખમ નોંધપાત્ર રીતે વધારે છે. ડોકટરો દરેકને ધૂમ્રપાન ન કરવાની સલાહ આપે છે.
સ્મોકીંગ શા માટે આટલું નુકસાનકારક છે, તે શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડે છે અને વધુ પડતા સ્મોકિંગથી શું થાય છે? પલ્મોનોલોજિસ્ટ શું કહે છે?
સ્મોકિંગ શરીરના ક્યા અંગોને નુકશાન કરે?
એક્સપર્ટ ડૉ. માનવ મનચંદાએ સમજાવ્યું કે જો લોકો એવું વિચારે છે કે સ્મોકિંગ કરવાથી વધારે નુકસાન થતું નથી, તો તેઓ ખોટા છે. સ્મોકિંગ આપણા શરીરમાં મોટી સંખ્યામાં કેમિકલ છોડે છે, જેનાથી ઘણા અવયવોને સીધું નુકસાન થાય છે, જેમાં ફેફસાં સૌથી વધુ પ્રભાવિત થાય છે, કારણ કે આ કેમિકલ સૌથી પહેલા તેમાંથી પસાર થાય છે.
વધુમાં આ કેમિકલ લોહીના પ્રવાહ દ્વારા શરીરમાં ફેલાય છે, જેના કારણે એનિમિયા થાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે સ્મોકિંગ કરવાથી હૃદય અને મગજ સુધી પણ કેમિકલ પહોંચી શકે છે, જે સ્ટ્રોક તરફ દોરી શકે છે અને હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે. તેમણે સમજાવ્યું કે આ કેમિકલ શરીરના દરેક અંગને નોંધપાત્ર નુકસાન પહોંચાડે છે.
યોગ્ય હેલ્ધી ડાયટ લો છો તો પણ ફાસ્ટિંગ બ્લડ સુગર લેવલ કેમ વધે છે? એક્સપર્ટએ જણાવ્યું ચોંકાવનારું કારણ!
સ્મોકિંગ કેમ ન કરવું જોઈએ?
ડૉ. માનવ મનચંદા સમજાવે છે કે સ્મોકિંગ કરવાથી ફર્ટિલિટીને લગતી સમસ્યા પણ થઈ શકે છે. તેથી સ્મોકિંગ છોડી દેવું બેસ્ટ છે. જે લોકો જાણતા નથી તેમના માટે સ્મોકિંગ પ્રજનન ક્ષમતા ઘટાડી શકે છે, જેના કારણે ગર્ભધારણ કરવામાં મુશ્કેલીઓ થઈ શકે છે, તેથી ખાસ સ્ત્રીઓને સ્મોકિંગ ન કરવાની સલાહ આપવામાં આવે છે.
