Final Up to date:
BitCoin fall from file excessive: ક્રિપ્ટો માર્કેટમાં ઉથલપાથલ છે. બિટકોઇન તેના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરથી લગભગ 49% ઘટી ગયું છે, જ્યારે ઇથેરિયમ (Ethereum) પણ $2,000 ની નીચે આવી ગયું છે. માર્કેટ કેપ દ્વારા ટોચના 10 ક્રિપ્ટોમાં એક અઠવાડિયામાં 30% સુધીનો ઘટાડો થયો છે. બિટકોઇન શા માટે રોકેટ ગતિએ વધ્યું અને તે હવે કેમ ઘટી રહ્યું છે તે તપાસો.
માર્કેટ કેપ અનુસાર દુનિયા સૌથી મોટા ક્રિપ્ટો બિટકોઇને રોકાણકારોને મોટો આંચકો આપ્યો છે અને તે રેકોર્ડ હાઇથી લગભગ અડધો થઇ ગયો છે. બિટકોઇન હાલ તે લેવલથી ખૂબ નીચે આવી ચૂક્યો છે, જ્યારે તે ટ્રમ્પના કમબેકથી રોકેટ બન્યો હતો અને નવી ઉંચાઈઓ પર પહોંચ્યો હતો. જ્યારે ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ ઈલેક્શનમાં જીત્યા, ત્યારે બિટકોઇને પહેલી વાર 6 નવેમ્બર, 2024ના રોજ $75 હજારનું લેવલ પાર કર્યુ હતું અને વર્તમાન સ્થિતિ વિશે વાત કરીએ તો બિટકોઇન ફરી $65000થી નીચે આવી ગયો છે. આશરે ચાર મહીના પહેલા $1,26,198.07ના રેકોર્ડ હાઇ પર હતો.
ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ આ કારણે ઉછળ્યો હતો BitCoin
ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતની શક્યતાને કારણે બિટકોઈન પહેલી વખત 6 નવેમ્બર, 2024 ના રોજ $75,000 ના રેકોર્ડ હાઇને પાર કરી ગયો હતો. જોકે, અગાઉનો રેકોર્ડ હાઇ $73,797.68 હતો, જેનો અર્થ એ થયો કે ટ્રમ્પ સત્તામાં આવ્યા ત્યારે જ તે $74,000 ના લેવલને પાર કરી ગયો હતો. ટ્રમ્પના ક્રિપ્ટો રિઝર્વ બનાવવાના ચૂંટણી વાયદા અને તેને સપોર્ટ આપતી નીતિઓના લીધે બિટકોઇનની ચમક વધી હતી. બિટકોઈન ઝડપથી ઉછળ્યો અને 7 ઓક્ટોબર, 2025 ના રોજ $1,26,198.07 ના રેકોર્ડ હાઇ પર પહોંચ્યો, પરંતુ હવે તે આ હાઇથી ખૂબ જ નીચે આવી ગયો છે.
આખરે શા માટે ગગડ્યો બિટકોઇન?
ગત મહીને એટલે કે જાન્યુઆરીમાં જ બિટકોઇનની ચમક આશરે 11% ઘટી ગઈ હતી. તેમાં સતત ચોથા મહીને ઘટાડો નોંધાયો, જે વર્ષ 2018 પછીથી બિટકોઇન માટે અત્યાર સુધી સૌથી લાંબો ચાલેલો ઘટાડો રહ્યો છે. ડોલરની મજબૂતી અને અમેરિકન ફેડરલ રિઝર્વના પ્રમુખ તરીકે કેવિન વાર્શના નામને મંજૂરી મળવા પર ગોલ્ડના ભાવમાં એક દાયકાથી પણ વધારે સમયમાં સૌથી મોટો ઘટાડો નોંધાવાથી રોકાણકારો ચિંતિત બન્યા અને તેની અસર વોલેટાઇલ સમજનાર ક્રિપ્ટો સેક્ટરમાં પણ જોવા મળી. ઓર્બિટ માર્કેટ્સની કો-ફાઉન્ડર કેરોલીન મૌરોન (Caroline Mauron)નું કહેવું છે કે, વર્ષ 2021ના હાઇ લેવલ એટલે કે $70 હજારની આસપાસથી બિટકોઇન નીચે સરક્યો તો લોંગ ટર્મ કોફિડેન્સ ડગમગી શકે છે અને હવે બિટકોઇન આ લેવલથી ઘણો નીચે સરકી ચૂક્યો છે. અહીં આપેલા ભાવ 6 ફેબ્રુઆરી 2026 અનુસાર છે.
| ક્રિપ્ટો | વર્તમાન ભાવ | છેલ્લા 24 કલાકમાં ઉતાર-ચઢાવ | છેલ્લા એક અઠવાડિયામાં ઉતાર-ચઢાવ |
| બિટકોઇન (Bitcoin) | $64,831.42 | (-) 8.06% | (-) 21.62% |
| ઇથેરિયમ (Ethereum) | $1,905.84 | (-) 9.09% | (-) 30.07% |
| ટેથર (Tether) | $0.9985 | 0.08% | 0.03% |
| બીએનબી (BNB) | $626.35 | (-) 9.89% | (-) 25.71% |
| એક્સઆરપી (XRP) | $1.30 | (-) 9.00% | (-) 25.20% |
| યુએસડી કોઇન (USD Coin) | $0.9996 | 0.00% | 0.01% |
| સોલાના (Solana) | $80.05 | (-) 11.90% | (-) 30.59% |
| ટ્રોન (Tron) | $0.2686 | (-) 4.26% | (-) 7.72% |
| ડોજકોઇન (Dogecoin) | $0.9124 | (-) 10.27% | (-) 19.84% |
| બિટકોઇન કેશ (Bitcoin Money) | $461.54 | (-) 12.84% | (-) 15.41% |
સોર્સ: કોઇનમાર્કેટકેપ, ભાવ સમાચાર લખતી સમયે
Disclaimer: અહીં આપવામાં આવેલી સલાહ કે વિચારો એક્સપર્ટ/બ્રોકરેજના અંગત વિચારો છે. ન્યૂઝ18 ગુજરાતી તમને રોકાણ કરવાની સલાહ આપતું નથી. રોકાણ સંબંધિત કોઇ પણ નિર્ણય લેતા પહેલા સર્ટિફાઇડ એક્સપર્ટની સલાહ લેવી હિતાવહ છે.
Ahmedabad,Gujarat

