વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર સુરત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણની મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન કરોડો રૂપિયાના વિવિધ પર્યાવરણલક્ષી અને માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે.
સુરતને અદભુત પ્રોજેક્ટ્સની ભેટ
પીએમ મોદીના સુરત પ્રવાસ દરમિયાન શહેરના ગ્રીન એનર્જી, સ્માર્ટ સિટી મિશન અને પર્યાવરણ સુરક્ષાને લગતા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ ખુલ્લા મૂક્યા. સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રિન્યુએબલ એનર્જી સોર્સ અને શહેરી સુખાકારીના વિવિધ કાર્યોનું વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ઉપરાંત પીએમ મોદી સુરત વાસીઓને સંબોધિત કર્યા હતા.
LIVE: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે સુરત ખાતેથી વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. #SuratNavsarjanParvhttps://t.co/HPFBlfyKiG
— CMO Gujarat (@CMOGuj) June 5, 2026
PM મોદીએ સંબોધનમાં શું કહ્યું?
પરિયોજનાઓનું લોકાર્પણ કર્યા બાદ પીએમએ વિશાળ જનસભાને સંબોધી હતી. તેમણે કહ્યું કે, હું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પહેલીવાર ગુજરાતમાં આવ્યો છું. સુરત તરફથી હું સમગ્ર ગુજરાતના લોકોને વંદન અને શુભેચ્છા પાઠવું છું. અઢી દાયકાથી વધુ સમય થઈ ગયો છે. તમે અમને અને ભાજપને સતત તમારા આશીર્વાદ આપી રહ્યા છો અને આ આશીર્વાદ સમયની સાથે વધતો જાય છે. તાજેતરમાં જિલ્લા પરિષદ, તાલુકા પરિષદ, નગરપાલિકા અને મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં ગુજરાતની જનતાએ ભાજપને એટલો સાથ આપ્યો કે જૂના તમામ રેકોર્ડ તૂટી ગયા. આજે હું વધુ ખુશ છું કારણ કે તમે બધાએ મારો રેકોર્ડ પણ તોડ્યો છે.
હજારો કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન
સુરત જિલ્લાના હજીરા ખાતે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને માળખાગત પ્રોજેક્ટ્સની સમીક્ષા કર્યા પછી પીએમ મોદીએ સુરતમાં આશરે ₹18,800 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરાવ્યો. ગુજરાતમાં તેમણે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના પેકેજ 6 અને 7નું ઉદ્ઘાટન કર્યું. તેમણે 200 બેડની ESIC હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કર્યું.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/06/05/pm-modi-surat-visit-2026-06-05-17-25-16.jpg)
પીએમ મોદીએ કહ્યું કે ખેતર બચાવોના અભિયાનમાં જોડાઇએ. પ્રાકૃત્તિક ખેતી અપનાવો. સુરતનો કચરો મને ભેટ આપ્યો છે. એક લાખ લોકોએ 5 દિવસ સફાઇ અભિયાન ચલાવ્યું. મારા માટે આ મોટામાં મોટી સોગાત છે. આ માટે હું આખા સુરતનો આભાર માનું છે.
A strong step in the direction of an Aatmanirbhar Bharat and a stronger India.
Hon’ble PM Shri @narendramodi ji visited the L&T Complicated in Hazira, Surat, the place he planted a sapling and reviewed key mega infrastructure and manufacturing initiatives.
From the colourful industrial hub of Surat,… pic.twitter.com/hXLMmI4Rfw
— Harsh Sanghavi (@sanghaviharsh) June 5, 2026
દમણમાં પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી
સુરત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રશાસિત પ્રદેશ દમણની પણ મુલાકાત લેશે. દમણ અને દીવ પ્રશાસન દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં પીએમ મોદી કોસ્ટલ ક્લીનલીનેસ ડ્રાઇવ, ટુરિઝમ સર્કિટ ડેવલપમેન્ટ અને સ્થાનિક માછીમારોના કલ્યાણ માટેની યોજનાઓનું ડિજિટલ માધ્યમથી લોકાર્પણ કરશે.
