Instantaneous Bun Dosa Recipe In Gujarati : સવારના વ્યસ્ત સમયમાં લોકો પાસે ઘણીવાર નાસ્તો તૈયાર કરવા માટે વધુ સમય હોતો નથી. આવી સ્થિતિમાં, ઘણી વખત લોકો ઉતાવળમાં નાસ્તો છોડી દે છે અથવા બહારનો નાસ્તો ખાય છે. જો કે, દિવસની સારી શરૂઆત માટે પૌષ્ટિક અને ઘરે બનાવેલો નાસ્તો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
જો તમે પણ ઓફિસ, સ્કૂલ અથવા કોલેજ જતા પહેલા ઓછા સમયમાં સ્વાદિષ્ટ અને સરળ રીતે બની જાય તેવો નાસ્તો તૈયાર કરવા માંગો છો, તો તમે ઇન્સ્ટન્ટ બન ઢોસા રેસીપી ટ્રાય કરી શકો છો. તેનો આકાર અને રચના બન જેવો હોય છે, જેના કારણે તેને બન ઢોસા કહેવામાં આવે છે. ખાસ વાત એ છે કે તે ઓછા સમયમાં બનાવી શકાય છે.
બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ આ બન ઢોસા સવારના નાસ્તા માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે. તમે તેને નાળિયેરની ચટણી, ટામેટાની ચટણી અથવા સાંભર સાથે પીરસી શકો છો. આ રેસીપી શેફ કુણાલ કપૂરે પોતાની યુટ્યુબ ચેનલ પર શેર કરી છે. ચાલો જાણીએ ઇન્સ્ટન્ટ બન ઢોસા કેવી રીતે બનાવવા.
બન ઢોસા બનાવવા માટે સામગ્રી
- સોજી – 1 કપ
- દહીં – 1/2 કપ
- મીઠું – સ્વાદ અનુસાર
- પાણી – 1 કપ
- તેલ – 11/2 ચમચી
- હિંગ – 1/2 ચમચી
- હિંગ – 1/2 ચમચી
- રાઇ – 1 ચમચી
- લીલા મરચાં – 2 ગ્રામ
- ચણા દાળ – 2 ચમચી
- આદુ – 2 ચમચી
- ડુંગળી – 1/4 કપ
- મીઠા લીમડાના પાન – 8-9
- લીલું કોથમીર – 1/2 કપ
- બેકિંગ સોડા – 2 ચમચી
- તેલ – જરૂર મુજબ
ઇન્સ્ટન્ટ બન ઢોસા બનાવવાની રીત
આ વાનગી બનાવવા માટે એક મિક્સર જારમાં સોજી, દહીં, મીઠું અને પાણી ઉમેરીને પીસી ખીરું બનાવો. આ ખીરું એક બાઉલમાં કાઢી લો. હવ તેમા તડકો લગાવવા માટે એક કડાઇમાં તેલ ગરમ કરો. તેમાં હીંગ, રાઇ, લીલા મરચાં, ચણાની દાળ, આદુ, ડુંગળી અને મીઠા લીમડાના પાન સાંતળી લો. હવે વઘારને ખીરામાં રેડો. તેમા તાજા કોથમીરના પાન ઉમેરો, જે ઢોસાનો સ્વાદ અને રંગ બંને આકર્ષક બનાવે છે.
હવે ઢોસા બનાવવાની પહેલા ખીરામાં થોડો બેકિંગ સોડા ઉમેરો. આનાથી બન ઢોસા નરમ, સ્પોન્જી બનશે અને સારી રીતે ફુલશે. હવે બન ઢોસા બનાવવા માટે ફ્લેટ તળિયા વાળું પેન અથવા અપ્પમ પેનનો ઉપયોગ કરી શકો છો. પેનમાં થોડુંક તેલ લગાવો અને તે પછી તેમાં ખીરું રેડી ધીમા તાપે રંધાવા દો. હવે તેને ચમચા વડે બીજી બાજુ ફેરવો. બન ઢોસા બંને બાજુથી સહેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં શેકો.
આ પણ વાંચો | ચોમાસામાં દાળ અને લોટ માંથી બનાવો આ દેશી વાનગી, વરસાદમાં શરીરને હૂંફ આપશે
આ રીતે ખીરા માંથી બન ઢોસા તૈયાર કરો. આ બન ઢોસા નારિયેળની ચટણી, લાલ ચટણી કે ટામેટા સોશ અને સાંભર સાથે પીરસો. આમ ઓછા સમમયાં ફટાફટ ઇન્સ્ટન્ટ બન ઢોસા બનાવી શકાય છે.
