શિયાળામાં આ 10 ભારતીય ફૂડ જરુર ખાવા જોઇએ, જાણી લો ફાયદા

શિયાળામાં આ 10 ભારતીય ફૂડ જરુર ખાવા જોઇએ, જાણી લો ફાયદા

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Greatest Winter Meals in Gujarati : શિયાળાનાં કડકડતી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. આ સમયે દરેક વ્યક્તિ પોતાને ગરમ રાખવાની રીતો શોધવાનું શરૂ કરે છે. આપણી આસપાસ એવા ઘણા હેલ્ધી શિયાળુ ખોરાક છે જે હવામાન ઠંડું હોય ત્યારે પણ શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે અને શિયાળામાં સ્વસ્થ રહેવામાં પણ મદદ કરે છે. અહીં અમે તમને આવા જ 10 ફુડ વિશે જણાવી રહ્યા છીએ, જે આપણને ગરમી આપે છે અને વાયરલ ઇન્ફેક્શન, શરદીથી પણ બચાવે છે. 

શિયાળાના 10 બેસ્ટ ખોરાક 

તલ : તલના બીજ શ્વસન સંબંધી વિવિધ વિકારોને દૂર કરવામાં મદદ કરી શકે છે. તલના લાડવા પણ ખાઇ શકો છો. તે શરીરને ગરમ રાખે છે.

ડ્રાય ફુટ્સ : ડ્રાય ફ્રૂટ્સ એ શિયાળામાં શ્રેષ્ઠ ખોરાક છે. બદામ, અખરોટ, કાજુ, સૂકા અંજીર અને ખજૂર તમને કુદરતી રીતે હૂંફ આપે છે.

સાબુત અનાજ : જો તમે શિયાળામાં તંદુરસ્ત ખોરાક લેવાનું વિચારી રહ્યા છો જે તમને ગરમ રાખે છે, તો રાગી અને બાજરી જેવા આખા અનાજ તમારા ખોરાકની યાદીમાં ચોક્કસપણે હોવા જોઈએ.

ગોળ : ગોળ તમારા પાચનતંત્રને સુધારે છે. આ સિવાય તે તમને ગરમ પણ રાખે છે. તમે ખાંડને બદલે તેનું સેવન કરી શકો છો.

તુલસી અને આદુ : તુલસી અને આદુ પણ ઘણું ફાયદારક છે. તમે આદુ અને તુલસી ની ચા પી શકો છો. શિયાળામાં ઘણી જરુરી છે. આ એક ખૂબ જ શક્તિશાળી દવા છે.

તજ :  તજ શરીરના મેટાબોલિજ્મને વેગ આપે છે. ઠંડા હવામાનમાં ગરમી પેદા કરવામાં મદદ કરે છે . શિયાળામાં તેનો પણ સમાવેશ કરવો જોઇએ.

આ પણ વાંચો – આમળાનું અથાણું તેલ અને મસાલા વગર તૈયાર કરો, સ્વાસ્થ્ય અને સ્વાદ બન્ને મળશે

કેસર : જો તમે ઈચ્છો તો કેસરનું સેવન કરીને તમારા શરીરને ગરમ રાખી શકો છો. તમે કેસરને દૂધમાં ઉકાળીને તેમાં કિસમિસ ઉમેરીને પી શકો છો.

મધ : શરદી અને ફલૂ સામે લડવામાં મધ ખૂબ ઉપયોગી છે. ડોકટરો પણ તેનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. મધમાં એન્ટીઓક્સિડેન્ટની સાથે એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે રોગોથી બચાવે છે.

દેશી ઘી : તમે વિચારતા હશો કે ઘી કેલરી વધારતું હશે, પરંતુ જ્યારે ઓછી માત્રામાં સેવન કરવામાં આવે તો તે ખરાબ ચરબી ઘટાડે છે અને તમારા શરીરને ગરમ રાખવામાં પણ મદદ કરે છે.

ગરમ સૂપ : શિયાળાની ઠંડીમાં તમે ગરમ સૂપ પણ પી શકો છો. ત્વરિત ગરમી મેળવવાની આ એક શ્રેષ્ઠ રીત છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *