લખન વારોતરિયાએ એશિયન યોગાસન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો, યોગના જણાવ્યા ફાયદા

લખન વારોતરિયાએ એશિયન યોગાસન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો, યોગના જણાવ્યા ફાયદા

ધર્મ RELIGION
Spread the love


Final Up to date:

મોટા કાલાવડના લખન વારોતરિયાએ 2જી એશિયન યોગાસન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે. ભારતની યોગાસન ટીમમાં સ્થાન મેળવી તેમણે ગામ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.

X

યુવાન

યુવાન યોગાસન સ્પર્ધામાં વિજેતા બન્યો

દ્વારકા: ઇતિહાસમાં પ્રથમ વખત કહી શકાય તેવી ભારત દેશની યોગાસન ટીમમાં મોટા કાલાવડના લખન વારોતરિયાને સ્થાન મળ્યું હતું. જેમાં તેઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામનું ગૌરવ વધાર્યું છે. લખન વારોતરિયાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ 2જી એશિયન યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં 21 દેશના પ્રતિનિધિઓને હરાવીને સિલ્વર મેડલ જીત્યો છે.

ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામના લખન વારોતરિયાએ આવનારી 2જી એશિયન યોગાસન ચેમ્પિયનશિપમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. યોગાસનને આંતરરાષ્ટ્રીય રમત તરીકે માન્યતા મળ્યા બાદ પહેલી વખત ભારત દેશ યોગાની ટીમ મેદાને ઉતારી હતી. આ સ્પર્ધામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોટા કાલાવડના લખન વજશીભાઈ વારોતરિયાએ પસંદગી મેળવી હતી. જેમાં લખન વારોતરિયાએ તેમણે લેગ બેલેન્સમાં સિલ્વર મેડલ હાંસલ કરીને હાલાર અને આહીર સમાજ તથા વારોતરિયા પરિવારનું ગૌરવ વધારેલ છે.

લખનના જણાવ્યા અનુસાર યોગ એ આપણા દેશની સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે જેને લોકો જાણે અને માણે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વ યોગ દિવસની ભેટ આપવામાં આવી છે. ત્યારબાદ લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ આવી છે. હું દિવસ દરમિયાન યોગ પાછળ સખત મહેનત કરું છું. સવાર અને સાંજ સતત પ્રેક્ટિસ કરી દિવસ દરમિયાન અંદાજે 3 થી 4 કલાક યોગ પાછળ સતત બગાડું છું. મહત્વનું છે કે તાજેતરમાં દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે યોજાયેલ 2જી એશિયન યોગાસન ચેમ્પિયનશીપ-2025માં ભારતે 87 મેડલ જીતી ઇતિહાસ સર્જ્યો છે.

યોગ અને ધ્યાનના ફાયદા(Advantages of yoga and meditation)

માનસિક શાંતિ: યોગ અને ધ્યાન મગજમાં સકારાત્મક ઉર્જા લાવે છે, જેનાથી માનસિક શાંતિ વધે છે.

તણાવ અને ચિંતામાં ઘટાડો: નિયમિત રીતે યોગ અને ધ્યાન કરવાથી શરીરમાં સ્ટ્રેસ હોર્મોન (કોર્ટિસોલ)નું પ્રમાણ ઘટે છે, જેનાથી તણાવ અને ચિંતા ઓછી થાય છે.

સારી ઊંઘ: માનસિક શાંતિના કારણે ઊંઘ પણ સુધરે છે, જેના કારણે શરીરને યોગ્ય આરામ મળે છે.

શારીરિક સંતુલન: યોગના આસનો શરીરને લવચીક અને મજબૂત બનાવે છે, જે માનસિક અને શારીરિક સંતુલન જાળવવામાં મદદ કરે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *