US Israel-Iran Warfare Information Updates : મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી છે. ભારતમાં યુએસ રાજદૂત સર્જિયો ગોરે X પર એક પોસ્ટમાં આ વાતચીત વિશે માહિતી શેર કરી હતી. બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની સ્થિતિ પર ચર્ચા કરી હતી. આ સિવાય બંને નેતાઓ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લું રાખવા ઉપર પણ વાતચીત થઈ છે. 28 ફેબ્રુઆરીએ ઈઝરાયેલ અને અમેરિકાના ઇરાન પર હુમલા પછી પહેલી વાર ટ્રમ્પે પીએમ મોદી સાથે વાતચીત કરી છે
પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરી
ભારતમાં અમેરિકાના રાજદૂત સેર્જિયો ગોરેએ X પર એક પોસ્ટમાં કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ વડા પ્રધાન મોદી સાથે વાત કરી છે. તેઓએ પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરી, જેમાં હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લું રાખવાનું મહત્વ પણ સામેલ છે.
પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં મિડલ ઇસ્ટ યુદ્ધ પર વાત કરી હતી. તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને ત્રણ અઠવાડિયાથી વધુ સમય થઇ ગયો છે. તેણે સમગ્ર વિશ્વને ગંભીર ઉર્જા સંકટમાં ધકેલી દીધું છે. આની અસર ભારત પર પણ પડી રહી છે. લગભગ 1 કરોડ ભારતીયો ખાડી દેશોમાં રહે છે અને ત્યાં કામ કરે છે. તેમની જીવનની રક્ષા પણ ભારત માટે ચિંતાનો વિષય છે.
President Donald Trump simply spoke with Prime Minister Modi. They mentioned the continued state of affairs within the Center East, together with the significance of maintaining the Strait of Hormuz open.
— Ambassador Sergio Gor (@USAmbIndia) March 24, 2026
રાજ્યસભામાં પીએમ મોદીએ કહ્યું – જો આ યુદ્ધ ચાલુ રહ્યું તો ગંભીર પરિણામો આવશે
ટ્રમ્પ સાથેની વાતચીત પછી પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે ભારત પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો કરવા અને જલ્દી શાંતિ સ્થાપવાનું સમર્થન આપે છે. વાતચીત દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લું, સુરક્ષિત અને બધા માટે સુલભ રાખવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો, કારણ કે તે સમગ્ર વિશ્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દરમિયાન, બંને નેતાઓ શાંતિ અને સ્થિરતા તરફ ચાલી રહેલા પ્રયાસો પર નિયમિત સંપર્ક જાળવવા સંમત થયા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત આ ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરવાના દરેક પ્રયાસમાં સકારાત્મક ભૂમિકા ભજવવા તૈયાર છે.
ગલ્ફ દેશો સાથે સતત સંપર્કમાં છીએ – પીએમ મોદી
પીએમે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાં મોટી સંખ્યામાં જહાજો ફસાયેલા છે, જેમાં મોટાભાગના ક્રૂ સભ્યો ભારતીય છે. આ પણ ભારત માટે ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં જરુરી છે કે ભારતના આ ઉચ્ચ સદનથી દુનિયામાં વાતચીતનો સંદેશો જાય. આપણે ગલ્ફ દેશો સાથે સતત સંપર્કમાં છીએ. અમે ઈરાન, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે પણ સંપર્કમાં છીએ. અમે તણાવ ઓછો કરવા અને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે પણ સતત ચર્ચા કરી છે. ભારતે નાગરિકો, સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર, એનર્જી અને ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાઓનો વિરોધ કર્યો છે.
