Final Up to date:
સોશિયલ મીડિયા પર હાલ એક રશિયન યુવતીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં યુવતીએ ધુરંધરના ગીત પર જોરદાર ડાન્સ કર્યો છે. વિદેશી યુવતીનો ડાન્સ જોઈને તમે પણ ઘાયલ થઈ જશો.
ફિલ્મ ધુરંધરના ગીત પર સોશિયલ મીડિયા પર ઘણા બધા લોકો રીલ બનાવી રહ્યા છે. જોકે એક રશિયન યુવતીએ હાલમાં ધુરંધરના શરારત ગીત પર રીલ બનાવી છે. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો છે. વિદેશી યુવતીનો આ ડાન્સ લોકોને ઘણો પસંદ આવ્યો છે. વીડિયોમાં ખાસ વાત એ છે કે યુવતીનો આત્મવિશ્વાસ ગજબનો છે. સાડીમાં પણ તેણે ગીતના સ્ટેપની જેમ જ ડાન્સ કર્યો છે. સાથે જ તેના ચહેરાના હાવભાવ જોઈને યુઝર્સ પણ ઘાયલ થઈ ગયા છે.
વીડિયોમાં આ યુવતીનું હાસ્ય, તેની આંખોની ચમક અને દરેક બીટ પર તેના સ્ટેપ જોઈને યુઝર્સ ચોંકી ગયા છે. ઘણા યુઝર્સે તો એવું કહ્યું કે આ રશિયન યુવતીએ બોલિવૂડ ડાન્સની આત્માને સારી રીતે પકડી છે. બીજી તરફ ઘણા યુઝર્સે તો એવું પણ કહ્યું કે આજકાલ પ્રોફેશનલ ડાન્સર્સ પણ આવા એક્સપ્રેશન નથી આપી શકતા.
સાડીમાં આ વિદેશી યુવતીની સુંદરતાના લોકો ઘણા વખાણ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ભારતીય કપડાં માત્ર ભારતીયો પર જ નહીં પણ વિશ્વના લોકો પર પણ સુંદર લાગે છે. વીડિયો વાયરલ થયા બાદ લોકોની આ વીડિયો પર પ્રતિક્રિયાઓ વધી રહી છે. લોકો આ યુવતીને દેશી ગર્લ કહી રહ્યા છે તો કોઈ તેને ભારતમાં આવીને ફિલ્મોમાં કામ કરવાનું કહી રહ્યા છે.
ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો @tatianaromanoff નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ આ યુવતી હાલ સ્ટાર બની ગઈ છે. લોકો આ વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે. સાથે જ તેના નેક્સ્ટ વીડિયોની લોકો રાહ જોઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે વાયરલ થયેલો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
Jan 26, 2026 11:11 PM IST

