મનોરંજન ન્યૂઝ | ઈશા અંબાણી (Isha ​​Ambani) મેટ ગાલામાં યુનિક લુકમાં જોવા મળી છે. ઈશા ગૌરવ ગુપ્તા દ્વારા ડિઝાઇન કરાયેલ કસ્ટમ સાડીમાં રેડ કાર્પેટ પર અદભુત દેખાતી હતી. આ સાડીની કલ્પના એક જીવંત કેનવાસ તરીકે કરવામાં આવી હતી જે “કલા, હસ્તકલા અને ફેશન” ને જોડે છે. આ ડિઝાઇન ભારતના રિચ કાપડ અને કલા વારસાથી પ્રેરિત હતી.
ઈશા અંબાણી (Isha ​​Ambani) સાડી સ્વદેશના કારીગરો દ્વારા શુદ્ધ સોનામાંથી વણાયેલી છે. તેમાં સોના અને અર્થી ટોનમાં સુંદર ‘પિછવાઈ’ સ્ટાઇલની ડિઝાઇન છે. હોસ્ટ એશ્લે ગ્રેહામ અને કારા ડેલેવિંગને સાથે વાત કરતા, અંબાણીએ કહ્યું કે આ સાડી 20 વર્ષ જૂની છે અને એક ભારતીય તરીકે, તે ફેશનનું અંતિમ પ્રતીક છે.
ગૌરવ ગુપ્તા માસ્ટરપીસ
ઈશાના મેટ ગાલા લુકનું મુખ્ય આકર્ષણ ઝવેરાત જડિત બ્લાઉઝ હતું. ગૌરવ ગુપ્તા કહે છે, “તે 1,000 થી વધુ હીરા અને કિંમતી પથ્થરોથી બનેલું છે, કુલ 1,800 કેરેટથી વધુ, જેમાં નીતા અંબાણીના પર્સનલ કલેકશનમાંથી દુર્લભ વિન્ટેજ હીરા, નીલમણિ, પરંપરાગત પોલ્કી અને કુંદનનો સમાવેશ થાય છે.” ઐતિહાસિક અને આધુનિક જ્વેલરી સ્ટાઇલનું મિશ્રણ કરતું આ બ્લાઉઝ ભારતભરના 40 કારીગરો દ્વારા બનાવવામાં આવ્યું હતું.
ભારતીય કારીગરીના વારસાને ઉજાગર કરતા આ બ્લાઉઝની પાછળ નિઝામના સંગ્રહમાંથી એક ઐતિહાસિક ‘સર્પેચ’ પણ છે. ઈશાએ કહ્યું કે “તેમાં કેટલીક વસ્તુઓનો પણ સમાવેશ થાય છે જે મને મારા ટ્વીન્સ બાળકોના જન્મ સમયે ભેટ તરીકે મળી હતી, જે ખૂબ જ ઈમોશનલ છે.
અનૈતા શ્રોફ અડાજાનિયા દ્વારા ડિઝાઇન કરાયેલ, આ ડિઝાઇન સિંધુ ખીણની સભ્યતાથી લઈને શાસ્ત્રીય ભારતીય ચિત્ર પરંપરા સુધીના ભારતના કાપડ અને દ્રશ્ય વારસાને દોરે છે. 5,000 વર્ષની પરંપરા અને ઇતિહાસને પ્રતિબિંબિત કરતી, આ સાડી તે વારસાને આધુનિક ફેશન સર્જનમાં પરિવર્તિત કરે છે. બીજી ખાસ વાત એ છે કે ચમકતી ટીશ્યુ સાડી.
મેટ ગાલા 2026। કરણ જોહર ડેબ્યૂ, મનીષ મલ્હોત્રાના અદભુત ડિઝાઈનર આઉટફિટમાં જોવા મળ્યો, અહીં જુઓ લુક
જાસ્મીનથી પ્રેરિત હેર નું શિલ્પ ઈશાના લુક પૂર્ણ કરે છે. બ્રુકલિન સ્થિત કલાકાર સૌરભ ગુપ્તાએ કાગળ, તાંબુ અને પિત્તળનો ઉપયોગ કરીને 150 કલાકમાં તે બનાવ્યું હતું.વધુમાં, ઈશા અંબાણીએ મેટ ગાલાની થીમને ધ્યાનમાં રાખીને સુબોધ ગુપ્તા દ્વારા ડિઝાઇન કરાયેલ મેંગો પર્સ સાથે લુક કંપ્લીટ કર્યો છે.
