લોકોના ઘરે વાસણ સાફ કરનાર મહિલા બની ધારાસભ્ય, જાણો કોણ છે ભાજપ નેતા કલિતા માજી?

લોકોના ઘરે વાસણ સાફ કરનાર મહિલા બની ધારાસભ્ય, જાણો કોણ છે ભાજપ નેતા કલિતા માજી?

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


West Bengal Election End result 2026 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પરિણામમાં ભાજપે જ્વલંત વિજય મેળવ્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિ સાથે સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ રાજ્યમાં પહેલીવાર સરકાર બનાવવા જઈ રહી છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026માં ભાજપ 294 બેઠકોમાંથી 206 બેઠકો જીતવામાં સફળ રહી હતી. તો તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) 80 બેઠકો જીતને સંતોષ માનવો પડ્યો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં એક મહિલાની જીતની ચર્ચા છે. અમે વાત કરી રહ્યા છીએ લોકોના ઘરે ઘરે જઇ વાસણ સાફ કરનાર કલિતા માજી ની, જેમણે ઔશગ્રામ વિધાનસભા મત વિસ્તારમાંથી પ્રચંડ વિજય મેળવ્યો છે.

તમને જણાવી દઇયે, કલિતા માજીને ભાજપ દ્વારા આશૌગ્રામ વિધાનસભા મત વિસ્તારમાંથી ટિકિટ આપવામાં આવી હતી અને જનતાએ પણ તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઔશગ્રામ વિધાનસભા મતવિસ્તાર બોલપુર લોકસભા મત વિસ્તારનો એક ભાગ છે. તેમની જીત એવા સમયે આવી છે જ્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ રાજ્યમાં પ્રચંડ બહુમતી સાથે વિધાનસભા ચૂંટણી જીતી છે.

કલિતા માજીને 1,07,692 મત મળ્યા હતા અને તો વિરોધી ઉમેદવાર ટીએમસીના શ્યામા પ્રસન્ના લોહારને 12,535 મતોના અંતરથી હરાવ્યા હતા. કલિતા માજીએ ઘરે-ઘરે પ્રચાર કર્યો હતો અને તેમની મહેનત પણ રંગ લાવી હતી.

કલિતા માજી કોણ છે?

કલિતા માજી ગુસ્કારા નગરપાલિકાની રહેવાસી છે અને રાજકારણમાં આવતા પહેલા 3-4 ઘરોમાં વાસણ ધોતી હતી. ગ્રાસરૂટ કનેક્શનને કારણે ચૂંટણીમાં તેમની ઉમેદવારીની ખૂબ ચર્ચા થઈ હતી. તે દર મહિને લગભગ 3,000-4,000 રુપિયા કમાય છે અને તેનાથી પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે.

ગુસ્કારા નગરપાલિકાના વોર્ડ નંબર ૩ ના મઝપુકુર પરારની રહેવાસી કલિતા માજી તેના પતિ સુબ્રત માજી સાથે રહે છે. તેના પતિ અને પુત્રને તેના પર ગર્વ છે. માજી કહે છે કે શિક્ષણ વ્યવસ્થા ભ્રષ્ટાચારથી પ્રભાવિત છે. સરકારી શાળાઓની હાલત ખરાબ છે. હું શાળાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરીશ કારણ કે તેઓ આવનારી પેઢીઓનું નિર્માણ કરે છે. હું ખેડૂતોની સમસ્યાઓ પણ જોઈશ.

2021માં પણ ભાજપે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

તમને જણાવી દઈએ કે કલિતા માજીએ 2021ની વિધાનસભા ચૂંટણીમાં પણ ચૂંટણી લડી છે. પરંતુ તે સમયે તેઓ તૃણમૂલ કોંગ્રેસના અભેદાનંદ થંડર સામે 11,815 મતોથી હારી ગયા હતા. ભારતીય જનતા પાર્ટીએ તેમને 2026ની વિધાનસભા ચૂંટણીમાં ફરીથી ટિકિટ આપી હતી. પક્ષનો નિર્ણય સ્થાનિક પ્રભાવમાં કાલિતા માજીના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે, જેણે આ વખતે ચૂંટણીમાં જીત અપાવી છે.

પ્રચાર માટે કામ માંથી એક મહિનાની રજા લીધી

કલિતા માજીએ પ્રચાર પર ધ્યાન કેન્દ્રિત કરવા અને મત વિસ્તારના લોકો સુધી પહોંચવા માટે કામ માંથી એક મહિનાની રજા લીધી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન ઈન્ડિયન એક્સપ્રેસ સાથે ફોન પર વાત કરતા માજીએ કહ્યું હતું કે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મને ફરીથી આ તક મળશે. પાર્ટીએ મારામાં વિશ્વાસ દર્શાવ્યો છે અને તે એક મોટી જવાબદારી છે. ”





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *