Mirzapur: The Film first look : ‘મિર્ઝાપુર: ધ મૂવી’નો ફર્સ્ટ લુક જોઈને ચાહકોનો ઉત્સાહ વધી ગયો છે. ‘મિર્ઝાપુર: ધ મૂવી’નો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. સાથે જ ફિલ્મના મુખ્ય પાત્રો પણ જાહેર થયા છે. મુન્ના ભૈયા અને ગુડ્ડુ ભૈયા ફરી એકવાર ભૌકાલ મચાવવા તૈયાર છે. વેબ સિરીઝ મિર્ઝાપુરની શાનદાર સફળતા બાદ નિર્માતાઓએ તેને ફિલ્મના રૂપમાં બનાવવાનું નક્કી કર્યું હતું.
ફિલ્મના ટીઝર લોન્ચ પહેલા મેકર્સે ફર્સ્ટ લુક કેરેક્ટર પોસ્ટરોની શ્રેણી રિલીઝ કરી છે, જેમાં આઇકોનિક ગાદી, મુન્ના ભૈયા, ગુડ્ડુ ભૈયા અને કાલીન ભૈયા જોવા મળે છે. ‘ગદ્દી હૈ તો હમ હૈ’ના સંદેશ સાથે, આ પોસ્ટરો તે પાવર, વિરાસત અને દુશ્મનની યાદ અપાવે છે. જેણે મિર્ઝાપુરની દુનિયાને ઓળખ આપી છે.
‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર 25 જૂને રિલીઝ થશે
‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર 25 જૂને બપોરે 12 વાગ્યે રિલીઝ થશે. ફિલ્મના ફર્સ્ટ લુકે ઇન્ટરનેટ પર પહેલેથી જ ધૂમ મચાવી દીધી છે, જ્યાં દર્શકો મિર્ઝાપુરની દુનિયાની યાદ કરી રહ્યા છે અને અંદાજ લગાવી રહ્યા છે કે મોટા પડદે ચેપ્ટરમાં શું થવાનું છે.
મેકર્સે ફિલ્મના મુખ્ય પાત્રો સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટર રિલીવ કર્યા છે. પંકજ ત્રિપાઠી એટલે કે કાલિન ભૈયાનું ફર્સ્ટ લૂક કેરેક્ટર પોસ્ટર રિલીઝ કરતાં તેણે લખ્યું કે, ‘જો આયા હૈ, વો જાએગા ભી, બસ મર્ઝી કાલીન ભૈયા કી હોગી. ફિલ્મના ટીઝર વિશે વાત કરતા લખ્યું કે’રિમાઇન્ડર સેટ કરી લો અને સૌથી પહેલા ટીઝર જુઓ. ’
મેકર્સે અલી ફઝલ એટલે કે ગુડ્ડુ ભૈયાનું ફર્સ્ટ લુક કેરેક્ટર પોસ્ટર રિલીઝ કર્યું હતું અને લખ્યું છે કે, ‘શરુ મજબુરીમાં કિએ થે હતી, અબ મજા આ રહા હૈ. ગુડ્ડુ ભૈયા મોટા પડદા પર આવી રહ્યા છે, શું તમે તૈયાર છો?
ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ, કલાકારોનો જમાવડો, જાણો મૂવી ક્યારે રિલીઝ થશે
એ જ રીતે દિવ્યેન્દુ એટલે કે મુન્ના ભૈયાનું ફર્સ્ટ લૂક કેરેક્ટર પોસ્ટર રિલિઝ કરતી વખતે લખ્યું છે કે, ‘હિન્દી ફિલ્મો કે હીરો હૈ હમ, કહા થા ના, અમે અમર છીએ. મુન્ના ભૈયાની ભૌકાલ, હવે મોટા પડદા પર. ’
‘મિર્ઝાપુર: ધ મૂવી 4 સપ્ટેમ્બર 2026 ના રોજ રિલીઝ થશે
‘મિર્ઝાપુર: ધ મૂવી’ માત્ર હિન્દી ભાષામાં જ નહીં પરંતુ તેલુગુ ભાષામાં પણ રિલીઝ થશે. એમેઝોન, એમજીએમ સ્ટુડિયો અને એક્સેલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રસ્તુત ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું દિગ્દર્શન ગુરમીત સિંહ દ્વારા કરવામાં આવ્યું છે અને તેના નિર્માતા રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર છે. 4 સપ્ટેમ્બર, 2026 ના રોજ, ‘મિર્ઝાપુર: ધ મૂવી’ વિશ્વભરના થિયેટરોમાં રિલીઝ થશે.
