મહેસાણા: 47 વર્ષીય પરિણીતાના પ્રેમમાં પાગલ બન્યો યુવક, જાહેરમાં છરાના ઘા મારીને રહેંસી નાખી

મહેસાણા: 47 વર્ષીય પરિણીતાના પ્રેમમાં પાગલ બન્યો યુવક, જાહેરમાં છરાના ઘા મારીને રહેંસી નાખી

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

કડીના રાજપુર ગામે 47 વર્ષીય અમરતબેન ડાભીની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આરોપી સેંધાજી ડાભી, જે પહેલા પ્રેમ સંબંધમાં હતો તેણે સંબંધ આગળ વધારવા દબાણ કરતા હતો. જોકે મહિલાએ આ વાતની ના પાડતા આરોપીએ તેને જાહેરમાં હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

આરોપીની ધરપકડ
આરોપીની ધરપકડ

મહેસાણા: કડી તાલુકાના રાજપુર ગામે એકતરફી પ્રેમ અને સંબંધ રાખવાના દબાણે એક ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પરાણે પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતા યુવકે 47 વર્ષીય મહિલાને છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે નંદાસણ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગતો મુજબ, વડુ ગામના રહેવાસી 47 વર્ષીય અમરતબેન ડાભી કડીના રાજપુર હાઈવે પર આવેલી અબારીસ કંપનીમાં નોકરી કરતા હતા. ગત 5 માર્ચ 2026ના રોજ સાંજે સાડા પાંચ વાગ્યે જ્યારે તેઓ નોકરી પૂરી કરી કંપનીના ગેટ બહાર નીકળ્યા, ત્યારે ત્યાં અગાઉથી હાજર રાજપુર ગામના આરોપી સેંધાજી ખેંગારજી ડાભી નામના યુવકે તેમની સાથે ઝપાઝપી શરૂ કરી હતી. ઉશ્કેરાયેલા આરોપીએ પોતાની પાસે રહેલી છરી વડે અમરતબેનના પેટના ભાગે ગંભીર ઘા ઝીંકી દીધા હતા.

હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં અમરતબેનને તાત્કાલિક કલોલની હર્ષ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા 8 દિવસથી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ, આખરે 13 માર્ચ 2026ની વહેલી સવારે સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. મહિલાના મોત બાદ આ કેસ ‘હત્યા’ના ગુનામાં પરિવર્તિત થયો હતો.

પોલીસ તપાસ અને મૃતકની પુત્રી ભાવનાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, મૃતક અમરતબેન અને આરોપી સેંધાજી વચ્ચે અગાઉ પ્રેમ સંબંધ હતો. જોકે, અમરતબેન હવે આ સંબંધ આગળ વધારવા માંગતા નહોતા અને તેમણે આરોપી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. આરોપી સેંધાજી સતત પરાણે સંબંધ રાખવા દબાણ કરતો હતો, અને મહિલાએ મચક ન આપતા આખરે તેણે જીવલેણ હુમલો કરવાનું આયોજન કર્યું હતું.

મહિલાના મોતની ગંભીરતાને ધ્યાને લઈ આઈજી વીરેન્દ્રસિંઘ યાદવ અને મહેસાણા એસપી હિમાંશુ સોલંકીની સૂચનાથી નંદાસણ પી.આઈ. આર. જે. ધડુકે અલગ-અલગ ટીમો બનાવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સેંધાજી ડાભીને ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) (હત્યા) અને જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *