ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચેના વિવાદથી છેલ્લા કેટલાક સમયથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. બંને નેતા અવારનવાર એક બીજા વિરુદ્ધ શાબ્દિક પ્રહાર કતા હોવા મળે છે. ત્યારે આદિવાસી નેતા ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા પર તીખા પ્રહાર કરતા અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “મનસુખભાઈ સાથે મારે કોઈ પણ પ્રકારનું લેવાદેવા નથી.” ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો કે મનસુખ વસાવા એલફેલ નિવેદનો આપે છે અને મુદ્દા પર ખુલ્લી ચર્ચા કરવા ક્યારેય તૈયાર રહેતા નથી. તેઓએ આગળ કહ્યું કે, “જાહેરમાં ચર્ચા કરવાની હું ખુલ્લી ઓફર આપું છું, પરંતુ મનસુખભાઈ ચર્ચાથી દૂર ભાગે છે.”
Source link
