અમદાવાદ: PSIની પત્ની ચાલુ કોર્ટમાં પ્રવેશી, જજને પતિના અન્ય સ્ત્રી સાથેના સબંધોની જાણ કરી, પુરાવાઓ પણ રજૂ કર્યા

અમદાવાદ: PSIની પત્ની ચાલુ કોર્ટમાં પ્રવેશી, જજને પતિના અન્ય સ્ત્રી સાથેના સબંધોની જાણ કરી, પુરાવાઓ પણ રજૂ કર્યા

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય કોર્ટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પીએસઆઈની પત્ની પોતાના 6 મહિનાના બાળક સાથે કોર્ટમાં પ્રવેશી અને જજને તેના પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોની જાણ કરી હતી. સાથે જ પત્નીએ આ મામલે પુરાવાઓ પણ રજૂ કર્યા હતા. આખી ઘટના જાણીને ચોંકી જશો.

કોર્ટ રૂમમાં પત્નીના ગંભીર આક્ષેપો(Image: Ai Generated)
કોર્ટ રૂમમાં પત્નીના ગંભીર આક્ષેપો(Picture: Ai Generated)

અમદાવાદ: જિલ્લામાં ગ્રામ્ય કોર્ટની નિયમિત કાર્યવાહી બુધવારે ચાલી રહી હતી, ત્યાં જ બુધવારે એક પત્નીની વેદના અને આક્રોશ કોર્ટમાં જોવા મળ્યો. સંકલન અધિકારી તરીકે ફરજ બજાવતા એક પીએસઆઈની પત્ની પોતાના છ મહિનાના માસૂમ બાળકને લઈને અચાનક કોર્ટ રૂમમાં પ્રવેશી હતી. પત્નીએ સીધા જ જજ સમક્ષ ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, તેના પતિનું કોર્ટમાં ફરજ બજાવતી બોર્ડ ક્લાર્ક યુવતી સાથે લફરું ચાલી રહ્યું છે અને આ યુવતી તેના સંસારને તોડવાની કોશિશ કરી રહી છે.

માત્ર આક્ષેપો સુધી આ વાત સીમિત ન હતી, પત્ની પૂરતી તૈયારી સાથે કોર્ટમાં આવી હતી. તેણીએ પોતાના પતિ અને મહિલા ક્લાર્કના અંગત ફોટોગ્રાફ્સ જજ સમક્ષ રજૂ કર્યા હતા. આ સાથે જ એક ઓડિયો અને વીડિયો ક્લિપ પણ બતાવવામાં આવી હતી, જેમાં મહિલા ક્લાર્ક પીએસઆઈ પાસે ચાંદીની પાયલની માંગણી કરતી સંભળાતી હોવાનું જણાવાયું હતું.

પુરાવાઓ રજૂ થતા કોર્ટ રૂમમાં ક્ષણભર માટે ભારે ચકચાર મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પત્ની ભારે ભાવુક અને આક્રમક બની ગઈ હતી. પીએસઆઈના પત્નીએ કોર્ટમાં જણાવ્યું હતું કે જો તેને ન્યાય નહીં મળે અને તેનું ઘર તૂટશે, તો તે આત્મહત્યા કરી લેશે અને મરતા પહેલા તમામ હકીકતોની ચિઠ્ઠી લખશે. પત્નીના આ ઉગ્ર નિવેદનથી કોર્ટ રૂમમાં હાજર લોકોમાં સન્નાટો છવાઈ ગયો હતો.

પરિસ્થિતિની ગંભીરતા જોઈને જજે મહિલાને આ અંગત પારિવારિક મામલો હોવાથી તેને કોર્ટ રૂમની બહાર જઈને ચર્ચા કરવા સૂચના આપી હતી. ત્યારબાદ કોર્ટ પરિસરમાં વકીલો અને અન્ય લોકો એકઠા થઈ ગયા હતા. લાંબી સમજાવટ અને મધ્યસ્થી બાદ અંતે મામલો થાળે પડ્યો હતો અને સમાધાન થતા પત્ની ઘરે પરત ફરી હતી. જો કે, પતિ-પત્ની ઔર વોના આ હાઈવોલ્ટેજ ડ્રામાએ આખો દિવસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સંકુલમાં ‘ટોક ઓફ ધ ટાઉન’ બની રહેતાં ભારે ચર્ચા જગાવી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *