ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામે ઓવલ ટેસ્ટમાં 6 રનથી રોમાંચક જીત મેળવી શ્રેણી બરાબર કરી. આ જીતે 77 વર્ષની લાંબી રાહનો પણ અંત લાવ્યો.
આ પહેલીવાર છે જ્યારે ભારતીય ટીમે વિદેશી ધરતી પર પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચ જીતી છે.
અગાઉ ભારતે 16 વખત વિદેશમાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમી, પરંતુ દરેક વખતે છેલ્લી ટેસ્ટમાં વિજયનો સ્વાદ ચાખવાથી ચૂકી ગયું.
વિદેશમાં 5 મેચની શ્રેણીમાં 1-2 થી પાછળ રહ્યા બાદ વાપસી કરી છે અને શ્રેણી 2-2 થી બરાબર કરી હોય એવું પણ પહેલીવાર થયું છે.
એટલું જ નહીં, આ ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો સૌથી ઓછા માર્જિનથી વિજય પણ છે. (All Photograph Credit score : PTI / GETTY)





