જયરાજ આહીરે પોતાની ઈન્સ્ટાસ્ટોરીમાં શેર કરેલા આ વીડિયો બાદ ફરી વિવાદ શરૂ થયો છે. દાવો કરાઈ રહ્યો છે કે, માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર મિત્રો સાથે મહાશિવરાત્રિના મેળામાં પહોંચ્યા. જ્યાં ભવનાથ મહાદેવનાં દર્શન માટે તે વહીવટી તંત્ર દ્વારા VVIP માટે રાખવામાં આવેલી ટ્રાવેલરમાં બેસીને છેક જૂના અખાડા સુધી પહોંચ્યા. બાદમાં ભવનાથ મહાદેવ મંદિરમાં જઈને મહાદેવનાં દર્શન કરી આશીર્વાદ લીધા. દાવો કરાયો હતો કે જયરાજ આહીર ખાનગી બસમાં મિત્રો સાથે દર્શને પહોંચ્યા હતા. જોકે, ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં જયરાજ આહીરે જણાવ્યું કે આ અમારી કોઈ ખાનગી બસ કે વ્હીકલ નહોતું. તંત્રના જ વાહનમાં તેઓ બેઠા હતા અને તેનો જ આ વીડિયો છે. જોકે,આ દરમિયાન કેટલા લોકોએ એવા સવાલ ઉઠાવ્યા કે શું આ રીતે કોઈ સામાન્ય શ્રદ્ધાળુ જાય તો તેને પણ તંત્ર આ રીતે ટ્રાવેલરમાં ભવનાથ મહાદેવનાં દર્શન કરાવવા લઈ જાય છે? શું મેળામાં તમામ શ્રદ્ધાળુઓ માટે આ ટ્રાવેલરની વ્યવસ્થા છે? જોકે, વીડિયો વાયરલ થયા બાદ કલેક્ટર અનિલ રાણાવસિયાએ તપાસના આદેશ આપ્યા છે.
Source link
