બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માતમાં 6નાં મોત, રોંગ સાઈડ આવતી ટ્રકે કારને ટક્કર મારી

બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માતમાં 6નાં મોત, રોંગ સાઈડ આવતી ટ્રકે કારને ટક્કર મારી

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

બનાસકાંઠામાં અમીરગઢ ઈકબાલગઢ નેશનલ હાઈવે નજીક ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. જ્યાં રોંગ સાઈડમાં આવતી ટ્રકે કારને ટક્કર મારતા આ ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી.

News18
News18

બનાસકાંઠા: અમીરગઢ તાલુકામાંથી એક ભયાનક અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. જ્યાં ઈકબાલગઢ નેશનલ હાઈવે પર કાળમુખો અકસ્માત સર્જાતા 6 લોકોના ઘટનાસ્થળે કરુણ મોત થઈ ગયા છે. રોંગ સાઈડમાંથી આવતી એક બેફામ ટ્રકે કારને અડફેટે લેતા આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી.

મળતી વિગતો અનુસાર જોઈએ તો, અમીરગઢના ઈકબાલગઢ નજીક હાઈવે પર એક આઈસર ટ્રક અને ઈનોવા કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે રોંગ સાઈડમાં આવતી ટ્રક સીધી કાર પર ચડી ગઈ હતી, જેના કારણે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર 6 લોકોના ઘટનાસ્થળે કરુણ મોત થયા હતા.

બીજી તરફ જોઈએ તો, આ અકસ્માતમાં અન્ય 3 લોકોની હાલત ગંભીર છે, જેઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ આજુબાજુના લોકો અને વાહનચાલકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

આ ભયાનક અકસ્માતની જાણ થતાં અમીરગઢ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક જેસીબીની મદદથી ગાડીના પતરા ચીરીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને પોસ્ટમોર્ટમ અર્થે તેમને હોસ્પિટલે મોકલી દીધા હતા. આ અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *