પોલીસની ‘સિંઘમ’ છાપ પર સવાલ, વાડજમાં પોક્સોનો આરોપી પોલીસના હાથમાં ‘પ્રસાદ’ આપીને છૂમંતર!

પોલીસની ‘સિંઘમ’ છાપ પર સવાલ, વાડજમાં પોક્સોનો આરોપી પોલીસના હાથમાં ‘પ્રસાદ’ આપીને છૂમંતર!

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


કહેવાય છે કે પોલીસના હાથ લાંબા હોય છે પણ ક્યારેક એટલા ઢીલા પણ હોય છે કે આરોપી આસાનીથી છટકી જાય છે. અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં કંઇક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાંથી પોક્સો (POCSO) જેવા ગંભીર ગુનામાં પકડાયેલો આરોપી પોલીસકર્મીઓની નજર સામેથી જ છૂમંતર થઈ ગયો છે.

વાડજ પોલીસે ગત રાત્રે આશરે 11:30 વાગ્યે ભરત નામના શખ્સની ધરપકડ કરી હતી. કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે આરોપીને મેડિકલ તપાસ માટે અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. વહેલી સવારે 5:00 વાગ્યે જ્યારે પોલીસની ગાડી સિવિલથી પરત ફરીને પોલીસ સ્ટેશનના દરવાજે ઉભી રહી ત્યારે જ અસલી ‘ખેલ’ થયો. ગાડીમાંથી ઉતરતી વખતે આરોપીએ અંધારા અને પોલીસની શિથિલતાનો લાભ લીધો અને જોતજોતામાં અદ્રશ્ય થઈ ગયો.

બે પોલીસકર્મીઓ અને એક આરોપી: કોણ કોના પર ભારે?

નવાઈની વાત એ છે કે આરોપીની સાથે બે-બે હટ્ટાકટ્ટા પોલીસકર્મીઓ હતા. છતાં આરોપી તેમને ચકમો આપવામાં સફળ રહ્યો. શું પોલીસકર્મીઓ વહેલી સવારની ઠંડકમાં જોકાં ખાઈ રહ્યા હતા? કે પછી આરોપી ‘સુપરમેન’ બનીને ઉડી ગયો? પોલીસ સ્ટેશનના ઉંબરેથી જ આરોપીનું ભાગવું એ ખાખી વર્દીની આબરૂ પર મોટું પ્રશ્નાર્થ ચિહ્ન છે.

તંત્ર દોડતું થયું, પણ આરોપી ક્યાં?

ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે. વાડજ પોલીસ સ્ટેશનના PI એચ. પી. ગરાસિયાના જણાવ્યા અનુસાર, આરોપીના લોકેશન ટ્રેસ કરવામાં આવી રહ્યા છે અને અલગ-અલગ ટીમો તેને શોધવા માટે રવાના કરવામાં આવી છે. જોકે સવાલ એ છે કે જ્યારે આરોપી હાથમાં હતો ત્યારે કેમ ના સાચવી શકાયો?

પોલીસ હવે શહેરભરમાં નાકાબંધી કરી રહી છે પણ ‘પાણી પહેલા પાળ’ બાંધવામાં પોલીસ નિષ્ફળ રહી હોય તેવું સ્પષ્ટ દેખાય છે. ગંભીર ગુનાના આરોપીઓ જો આ રીતે પોલીસ સ્ટેશનના ગેટ પાસેથી જ ભાગી જતા હોય, તો સામાન્ય જનતાની સુરક્ષાનું શું?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *