દેવેશ્વર મહાદેવ મંદિર, નવસારી ખાતે "ઓપરેશન સિંદૂર"ને સમર્પિત વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે. મંદિરને અક્ષત અને પુષ્પોથી દેશ-સેના ને આભાર ભાવ સાથે શોભાયમાન બનાવવામાં આવ્યું છે.
સાથે, પહેલગામની દુખદ ઘટનાથી વ્યથિત મહિલાઓના આંસુઓને પ્રતિબિંબિત કરતી એક લાગણીસભર રંગોળી દ્વારા દર્શનાર્થીઓમાં રાષ્ટ્રભક્તિ જગાડવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ અનોખી અભિવ્યક્તિ દેશના પ્રત્યેક નાગરિકને દેશ માટે નિષ્ઠા, એકતા અને અખંડતા માટે આગળ વધવા પ્રેરણા આપે.
દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે આ શણગાર કરવામાં આવ્યો. અદભુત શણગાર સાથે પાકિસ્તાની આતંકી ઠેકાણાને ધ્વસ્ત કરવાની ક્ષણને ઉજવાઇ હતી.
પહેલગામ ખાતે થયેલા બર્બર આતંકવાદી હુમલામાં નિર્દોષ સહેલાણીઓના ધર્મ પૂછીને કરાયેલા હત્યાકાંડથી સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી હતી, અને આ એર સ્ટ્રાઈક બાદ આ બદલો પૂરો થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે મંદિરોમાં આ ઓપરેશનને અનોખી રીતે શણગારવામાં આવ્યા છે.





