નાના બેડરૂમમાં વધુ જગ્યા કેવી રીતે બનાવવી, સજાવટના 7 સ્માર્ટ આઇડિયા

નાના બેડરૂમમાં વધુ જગ્યા કેવી રીતે બનાવવી, સજાવટના 7 સ્માર્ટ આઇડિયા

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Small Bed room Concepts for Extra House: ઘરનો સૌથી આરામદાયક ખૂણો તમારો બેડરૂમ છે, જ્યાં દિવસભરના થાક પછી આરામની ક્ષણો પસાર કરવામાં આવે છે અને સારી ઊંઘ પ્રાપ્ત થાય છે. પરંતુ જ્યારે રુમ ભરેલો અને વેર વિખેર હોય ત્યારે તે આરામદાયક ઓછો અને બેચેન વધુ લાગે છે. આ સમસ્યા ખાસ કરીને નાના બેડરૂમમાં વધારે થાય છે, જ્યાં મર્યાદિત જગ્યાને કારણે ઓરડો નાનો અને અસ્વસ્થતા લાગે છે. તે માત્ર ઊંઘને જ નહીં, પરંતુ તમારા મૂડ અને માનસિક આરામને પણ અસર કરે છે. 

જોકે યોગ્ય સજાવટ અને સ્માર્ટ પ્લાનિંગની મદદથી એક નાનો બેડરૂમ પણ મોટા, ખુલ્લો અને વ્યવસ્થિત બનાવી શકાય છે. અહીં કેટલાક સ્માર્ટ ડેકોર આઇડિયાઝ આપવામાં આવ્યા છે, જેની મદદથી તમે તમારા નાના બેડરૂમને ઓછા ખર્ચે પણ વિશાળ બનાવી શકો છો.

યોગ્ય રંગની પસંદગી

નાના બેડરૂમને મોટો દેખાડવા માટે હળવા રંગો સૌથી અસરકારક છે. દિવાલો પર સફેદ, ઑફ-વ્હાઇટ, ક્રીમ, આછા ગ્રે અથવા પેસ્ટલ શેડ્સનો ઉપયોગ કરો. આ રંગો રોશનીને રિફ્લેક્ટ કરે છે, જેથી રુમ ખુલ્લો અને મોટો દેખાય છે. જો તમે કલર ઉમેરવા માંગતા હો તો એક દિવાલ પર હળવો એક્સેન્ટ કલર રાખો અને બાકીની દિવાલોને ન્યુટ્રલ રાખો.

અરીસો આવો હોવો જોઈએ

દિવાલ પર મોટો અરીસો નાના ઓરડાઓને મોટા દેખાડવાનો સૌથી સહેલો રસ્તો છે. દિવાલ પર મોટી અરીસો મૂકવાથી ઓરડાની ડેપ્થ વધે છે અને રોશની રિફ્લેક્ટ થાય છે અને સ્પેસ વધુ લાગે છે. તમે દિવાલો સાથે કબાટના દરવાજા ઉપર પણ અરીસો લગાવી શકો છો.

યોગ્ય ફર્નિચરની પસંદગી

નાના બેડરૂમમાં ભારે અને વધુ પડતું ફર્નિચર લગાવવાથી બચવું જોઈએ. તેના બદલે, સ્ટોરેજ વાળો બેડ, ફોલ્ડેબલ ટેબલ, દિવાલ-માઉન્ટેડ શેલ્ફ અને ડ્રોઅર વાળી સાઇડ ટેબલનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી સામાન વ્યવસ્થિત રહે છે અને ફ્લોરની જગ્યા પણ ખાલી દેખાય છે, જેથી રુમ મોટો લાગે છે.

ફ્લોર પર ન સામાન ના રાખો

ફ્લોર પર વધુ સામાન રાખવાથી ઓરડો નાનો દેખાય છે. તેથી વસ્તુઓ દિવાલના સહારે રાખો. જેમ કે વોલ શેલ્ફ, હેંગિંગ લેમ્પ અને ફ્લોટિંગ સાઇડ ટેબલ. આ ફ્લોરની જગ્યા ખુલ્લી રાખે છે અને ઓરડામાં હળવાશ અનુભવાય છે.

યોગ્ય સજાવટ પણ જરૂરી છે

નાના ઓરડામાં વધુ પડતી સજાવટને કારણે જગ્યા ભરેલી-ભરેલી દેખાય છે. તેથી ઓછી પરંતુ સ્ટાઇલિશ સજાવટ પસંદ કરો. મોટી વોલ આર્ટ, નાના પ્લાન્ટ અથવા ન્યૂનતમ ફોટો ફ્રેમ રાખો. તેનાથી રુમ સ્વચ્છ અને ખુલ્લો દેખાય છે. દિવાલ પર વધુ ફોટો ફ્રેમ લગાવવાથી રુમ ભર્યો ભર્યો દેખાય છે. આ કિસ્સામાં ફક્ત એક કે બે ફોટો ફ્રેમ લટકાવો.

લાઇટિંગની પસંદગી 

નાના બેડરૂમને મોટો દેખાવા માટે સારી લાઇટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. છત પર બ્રાઇટ લાઇટ સાથે વોલ લાઇટ કે બેડ પાસે સોફ્ટ લાઇટ્સ લગાવો. વાર્મ અને વ્હાઇટ લાઇટ્સનું કોમ્બિનેશન રુમને મોટો અને આરામદાયક બનાવે છે.

આ રીતે લગાવો શેલ્ફ (માળિયા)

શેલ્ફ નાના ઓરડાને મોટો રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નાના બેડરૂમમાં ઊંચાઈ વાળી છાજલીઓનો ઉપયોગ કરવો જોઈએ. ઉપરની દિવાલ પર શેલ્ફ લગાવો અને ઓછી વપરાતી વસ્તુઓને ઉપર મુકી દો. આનાથી નીચેની જગ્યા ખાલી રહેશે અને રુમ મોટો લાગશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *