દ્વારકા: ગોમતી નદીમાં નાહવા ઉતરેલા મામા-ભાણેજ લાપતા, ફાયર ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી

દ્વારકા: ગોમતી નદીમાં નાહવા ઉતરેલા મામા-ભાણેજ લાપતા, ફાયર ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી

ધર્મ RELIGION
Spread the love


Final Up to date:

દ્વારકામાં ગોમતી નદીમાં નાહવા ઉતરેલા મામા-ભાણેજ લાપતા થઈ ગયા છે. જેથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પાટણનો પરિવાર અહીંયા નદીમાં નાહવા ઉતર્યો હતો તે સમયે આ દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. હાલ ફાયર ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી છે.

નદીમાં મામા ભાણેજ ગાયબનદીમાં મામા ભાણેજ ગાયબ
નદીમાં મામા ભાણેજ ગાયબ

દ્વારકા: જિલ્લામાં આવેલ ગોમતી નદીમાં એક ભયાનક દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. જેમાં પાટણનો પરિવાર ગોમતી નદીમાં સ્નાન કરવા ગયો હતો. જોકે અચાનક પરિવારના ત્રણ સભ્યો અંદર નદીમાં ડૂબવા લાગ્યા હતા. જેને લઈને સ્થાનિક તરવૈયાઓ દ્વારા એક યુવકને તો બહાર કાઢી લેવામાં આવ્યો પરંતુ હજુ 2 લોકો લાપતા છે. જેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ પણ ત્યાં તુરંત પહોંચી ગઈ હતી. જોકે હાલ ગાયબ લોકોને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

કુલ 3 લોકો અંદર ડૂબી રહ્યા હતા જોકે તે જ સમયે સ્થાનિક તરવૈયાઓ દ્વારા એકને તો બહાર કાઢી લેવામાં આવ્યો જ્યારે અન્ય 2 વ્યક્તિઓ હાલ લાપતા છે અને તેમને શોધવામાં આવી રહ્યા છે. નદીની બહાર કાઢી લેવામાં આવેલા યુવકને તુરંત 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવને લઈને સ્થળ પર પણ મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.

પાટણનો પરિવાર ગોમતી નદીમાં નાહવા માટે ઉતર્યો હતો. જેમાં હાલ તો મામા અને ભાણેજ નદીમાં લાપતા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. આ મામલે નગરપાલિકાની ફાયર ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓ દ્વારા બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે કુલ 3 લોકો નદીમાં નાહવા માટે ઉતર્યા હતા. જેમાં પાટણનો પરિવાર ગોમતી નદીમાં સ્નાન કરવા માટે ઉતર્યો હતો. ત્રણેય અચાનકથી ડૂબવા લાગતા જેને લઈને સ્થાનિક તરવૈયાઓને જાણ થતાં તેઓ બચાવવા ઉતર્યા હતા. જેમાં તેમણે એક વ્યક્તિને બચાવી લીધો પરંતુ અન્ય 2 વ્યક્તિઓ લાપતા હોવાથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *