દેવભૂમિ દ્વારકાના સાત ટાપુઓ હવે 100% દબાણમુક્ત, વીડિયો અને તસવીરો જોઈને વિચારતા થઈ જશો

દેવભૂમિ દ્વારકાના સાત ટાપુઓ હવે 100% દબાણમુક્ત, વીડિયો અને તસવીરો જોઈને વિચારતા થઈ જશો

ધર્મ RELIGION
Spread the love


દ્વારકા: દેવભૂમિ દ્વારકાના અલગ અલગ સાત ટાપુ પર ગેરકાયદે ઊભા કરી દેવાયેલા દબાણોને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા 36 ગેરકાયદે સ્ટ્રક્ચરલ દબાણ હટાવી સાત ટાપુઓ સંપૂર્ણ દબાણમુક્ત કરવામાં આવ્યા છે. આ અંગેની માહિતી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર વીડિયો અને ફોટા શેર કરીને આપી છે.

સુરક્ષા માટે ખૂબ જ મહત્વના છે આ ટાપુઓ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરીયાઇ વિસ્તારમાં કુલ 21 નિર્જન ટાપુઓ આવેલા છે. જેમાં પ્રવેશ પ્રતિબંધિત છે. આ ટાપુઓ ભારતની દરિયાઈ સુરક્ષા માટે ખૂબ જ મહત્વના છે. જે 21 પૈકી 7 ટાપુઓને સંપૂર્ણ રીતે ગેરકાયદેસર દબાણથી મુક્ત કરવામાં આવેલ છે. આ કામગીરી પોલીસ તથા ફોરેસ્ટ વિભાગની સાથે સંયુક્ત રીતે કરવામાં આવેલી છે. આ ખારા અને મીઠા ચુસ્ણા, આશાબા, ધોરીયો, ધબધબો, સામયાણી અને ભૈદર જેવા નિર્જન ટાપુઓ ઉપરના કુલ 36 ધાર્મિક તથા કોમર્શિયલ બાંધકામો દૂર કરવામાં આવેલા છે. જેમાં ખાસ કરીને ફકત ખારા ચુસ્ણા અને મીઠા ચુસ્ણા ટાપુઓ ઉપર 15 જેટલા ગેરકાયદેસર બાંધકામોને સંપુર્ણ રીતે દૂર કરવામાં આવેલા છે.

આ ટાપુઓ ઉપર કેવી રીતે કોના દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામો કરવામાં આવેલ હતા તે બાબતની તપાસ કરવામાં આવી રહી છે.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર જણાવ્યું છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાત ટાપુઓ હવે 100 ટકા દબાણ મુક્ત થઈ ગયા છે. સાત ટાપુઓ પરના કુલ 36 ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, જિલ્લા તંત્ર દ્વારા સાત ટાપુઓને દબાણમુક્ત કરવા માટે પહેલા જરૂરી સર્વે કર્યો હતો.

દ્વારકામાં હાથ ધરાયેલા મેગા ડિમોલિશનના કારણે તમામ યાત્રિકો માટે બેટ દ્વારકામાં આવન-જાવન પર પ્રતિબંધ લગાવાયો છે. યાત્રિકોનો દ્વારકામાં પ્રવેશ અટકાવવા માટે બેરિકેટ લગાવવામાં આવ્યા છે. જોકે, મંદિરમાં પૂજા-અર્ચનાનો કાર્યક્રમ રાબેતા મુજબ શરૂ છે.

News18

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ પણ અનધિકૃત રીતે સરકારી જમીન પર કરેલા અતિક્રમણ સંદર્ભે જિલ્લા પ્રશાસને નોટિસ પણ આપી હતી.

News18

આ અંગેની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ આ અંગેની મુદત પૂર્ણ થયા બાદ દ્વારકાના પ્રાંત અધિકારી તેમજ તેમની ટીમ દ્વારા જિલ્લા પોલીસ પ્રશાસનને સાથે રાખી પંથકમાં કરાયેલા ગેરકાયદેસર ધાર્મિક, રહેણાંક તેમજ કોમર્શિયલ વિસ્તારની સરકારી જગ્યા પરના દબાણ દૂર કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *