SRCC માં પીએમ મોદીનું મોટું નિવેદન, કહ્યું – એક ગેંગ છે જે મારા ભાષણને ટુકડા-ટુકડા કરીને ફેલાવશે

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


PM Narendra Modi visited SRCC :  શિક્ષક દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે દિલ્હી યુનિવર્સિટીના શ્રીરામ કોલેજ ઓફ કોમર્સના 100 વર્ષ પુરા થવાના પ્રસંગે આયોજીત એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીં GenZ વિદ્યાર્થીઓને સંબોધિત કરતા પીએમ મોદીએ આ કોલેજને દેશની ઐતિહાસિક કોલેજ ગણાવી હતી. 

પીએમ મોદીએ કહ્યું કે આજનો પ્રસંગ શ્રીરામ કોલેજ ઓફ કોમર્સ માટે ખૂબ જ ઐતિહાસિક છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે SRCC નો ભાગ રહેલી અનેક પેઢીઓ એકસાથે આવી છે. હું તમને બધાને SRCCની આ શતાબ્દી ઉજવણી માટે અભિનંદન આપું છું.

પીએમ નરેન્દ્ર મોદીએ કોલેજની પ્રશંસા કરતા કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ 100 વર્ષ સુધી જીવે છે, ત્યારે તેને ઘણું જ્ઞાન અને ઘણો અનુભવ ધરાવતો વ્યક્તિ માનવામાં આવે છે. તેવી જ રીતે જ્યારે કોઈ સંસ્થા 100 વર્ષ પૂર્ણ કરે છે ત્યારે તે સિદ્ધિઓનો સમુદ્ર બની જાય છે. SRCC એ પેઢીઓને આકાર આપ્યો છે અને તેમને વધુ સારા ભવિષ્ય સાથે જોડ્યા છે.

પીએમ મોદીના સંબોધનની ખાસ વાત

પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું 2013 માં અહીં આવ્યો હતો ત્યારે અખબારોની હેડલાઇન્સ કંઈક આ પ્રકારની રહેતી હતી.

LoC પર  ભારતીય સૈનિક માર્યા ગયા
વિશ્વ બેંકે ભારતનો વિકાસ દર ઘટાડ્યો
કરન્ટ એકાઉન્ટ ડેફિસિટી અત્યાર સુધીના સૌથી ઉંચા લેવલ પર
મોંઘવારીનો દર 10% પર

મને ખાતરી છે કે યુવાનોને ખબર નથી કે તે સમયે પરિસ્થિતિ કેવી હતી. આ હેડલાઇન્સ તે સમયે દેશની પરિસ્થિતિની કહાની બતાવે છે જ્યારે કૌભાંડો મોટા પાયે હતા અને ભ્રષ્ટ લોકો ખુલ્લેઆમ ફરતા હતા.

પીએમ મોદીએ કહ્યું કે હું અહીં આવ્યો તે પહેલાં મારી 2013 ની મુલાકાતની વ્યાપક ચર્ચા થઈ હતી અને મારા ભાષણને સાંભળવામાં આવ્યું હતું. શક્ય છે કે આ નવી પેઢીના લોકોએ પણ તેને ફરીથી જોયું હશે. તે સ્પીચને વેવ બની ગઇ હતી અને આજે પણ 13-14 વર્ષ પછી પણ તે સંભાનું તે સંબોધનનો પ્રભાવ યથાવત્ છે. પીએમ મોદીએ કહ્યું કે એક ગેંગ છે જે મારા ભાષણને ટુકડા-ટુકડા કરીને ફેલાવી દેશે.

પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું 2013 માં અહીં આવ્યો ત્યારે તે સમયે તમારા સીનિયર મારી સામે બેઠા હતા. હું તે સમયે મુખ્યમંત્રી હતો, હું દેશના મુખ્ય વિરોધ પાર્ટીનો એક સભ્ય પણ હતો. સંભવત ત્યારે લોકો એ અપેક્ષા રાખતા હતા કે ત્યારે હું તત્કાલીન કેન્દ્ર સરકાર પર લઘણા પ્રહારો કરીશ અને આરોપોનો મારો ચલાવીશ, પરંતુ વિરોધ પક્ષમાં હોવા છતાં અને તત્કાલીન સરકારનો ટિકાકાર હોવા છતા મેં આ હેતુ માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો ન હતો.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ભાજપના દિવંગત વરિષ્ઠ નેતા અરુણ જેટલીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે તેમણે આ કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને કહી શકું કે ભાગ્યે જ એવી કોઇ મીટિંગ થઇ હોય જેમાં અમારી વચ્ચે SRCC પર કોઇ ચર્ચા ના થઇ હોય.

પીએમ મોદી દિલ્હી મેટ્રો દ્વારા કોલેજ પહોંચ્યા

પીએમ મોદી દિલ્હી મેટ્રો દ્વારા આ કોલેજ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે મેટ્રોની મુસાફરીમાં ઘણા બાળકો અને યુવાનો તેમજ તેમના પરિવારજનો સાથે વાત કરી હતી.

પીએમ મોદી 13 વર્ષ પછી આ કોલેજમાં પહોંચ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 13 વર્ષ પછી આ કોલેજમાં પહોંચ્યા છે. અગાઉ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2013માં આ કોલેજની મુલાકાત લીધી હતી. તે સમયે પીએમ મોદીએ કોલેજમાં ભાષણ આપ્યું હતું. 13 વર્ષ બાદ આ કોલેજમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા માટે વડાપ્રધાન દિલ્હી મેટ્રોમાં સવાર થઇને પહોંચ્યા હતા. પીએમ મોદી સાથે શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *