દારૂના અડ્ડા બંધ કરાવવા યુવકનો અનોખો વિરોધ

દારૂના અડ્ડા બંધ કરાવવા યુવકનો અનોખો વિરોધ

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love



બનાસકાંઠાના જૂની ભીલડી ગામમાં ફિલ્મી દૃશ્યો સર્જાયા. યુવક પાણીની ટાંકી પર ચડી જતાં ગામ દોડતું થઈ ગયું. નશામાં નહીં, પણ નશાખોરો સામે વિરોધ નોંધાવવા યુવક ટાંકી પર ચડ્યો. જૂની ભીલડી ગામમાં લાંબા સમયથી દેશી દારૂનું બેફામ વેચાણ ચાલી રહ્યું હોવાનો યુવકનો આરોપ છે. ગ્રામજનોએ અનેક વખત પોલીસને રજૂઆત પણ કરી. જોકે કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ છે. આખરે પરિસ્થિતિથી કંટાળેલા યુવકે અનોખો વિરોધ નોંધાવ્યો. પોલીસ કાર્યવાહી કરે તેવી માગ સાથે યુવક ભર બપોરે ગામની પાણીની ટાંકી પર ચડી ગયો અને વિરોધ નોંધાવ્યો. ગ્રામજનોએ યુવકને સમજાવવા અનેક પ્રયાસ કર્યા, પણ તે પોતાની માગ પર અડગ રહ્યો. આખરે પોલીસને જાણ થતાં સ્થળ પર પહોંચી અને યુવકને સમજાવીને સલામત રીતે નીચે ઉતાર્યો. જેને લઈ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. બીજી તરફ દારૂના ધંધા સાથે જોડાયેલા અસામાજિક તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *