જામનગરમાં વિજય વિશ્વાસ સભામાં અરવિંદ કેજરીવાલે કહ્યું – 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતને લુંટી રહી છે

જામનગરમાં વિજય વિશ્વાસ સભામાં અરવિંદ કેજરીવાલે કહ્યું – 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતને લુંટી રહી છે

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


AAP Vijay Vishwas Sabha in Jamnagar : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી રાજ્યમાં સક્રિય બની ગઇ છે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 24 માર્ચથી ચાર દિવસ સુધી ગુજરાત પ્રવાસે છે. જામનગરમાં વિજય વિશ્વાસ સભા યોજાઇ રહી છે.  આ પહેલા બુધવારે અમરેલીમાં એક જનસભા યોજાઇ હતી.

 જામનગરમાં વિજય વિશ્વાસ સભામાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતને લુંટી રહી છે. સ્કુલ બર્બાદ કરી દીધી, હોસ્પિટલ બર્બાદ કરી દીધી. રસ્તા બનાવે છે તો બે દિવસમાં તૂટી જાય છે. પુલ બનાવે છે તો બે દિવસમાં તૂટી જાય છે.

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે ગુજરાતની સરકાર એ લોકોની સરકાર નથી. તે રુપિયાવાળા, બે-પાંચ મોટી કંપની વાળા, કોન્ટ્રાક્ટરો, દલાલો, એજન્ટો, કાળાબજારીઓ, તોડ કરનારાના સપોર્ટથી બનેલી ભાજપની સરકાર છે. થોડા મહિના પહેલા પંજાબમાં પૂર આવ્યું, અતિવૃષ્ટી થઇ, ખેડૂતોની પાકમાં નુકસાની થઇ ત્યારે ભારત દેશમાં કોઇ દિવસ ના બની હોય તેવી ઘટના બની કે ભગવંત માન સાહેબે હેક્ટર દીઠ 50 હજાર રુપિયાનું વળતર ખેડૂતોને ચુકવ્યું હતું. જેણે ખેતર ભાગવું રાખ્યું હોય તેને પણ અલગથી વળતર ચુકવ્યું હતું.

આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી કહ્યું કે અમેરિકા અને ઇઝરાયેલનો ખેડૂત પ્રગતિશીલ છે. તેમને ઘણી સબસિડી મળે છે.  ઇશુદાન ગઠવીએ કહ્યું – જે રીતે તમે કંપની અને થાંભલા વાળાને પોલીસ ભાડે આપે છે. તેવી જ રીતે ખેડૂતોની પોલીસ ભાડે આપો. આપણે પણ પોલીસ ભાડે રાખીએ. 

આ મહત્વપૂર્ણ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપસ્થિત રહ્યા છે. આ સિવાય કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, સહ પ્રભારી ગુલાબ સિંહ યાદવ, આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *