Reward Metropolis Liquor Allow Guidelines In Gujarati : ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં લિકર પરમિટ સંબંધિત નિયમોમાં વધુ છુટછાટ આપી છે. દારૂબંધીની ગુલબાંગો વચ્ચે રાજ્ય સરકારે GIFT સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી)માં દારુ પીવાના નિયમમાં છુટ આપતું નવું નોટિફિકેશન જાહેર કર્યું છે. જેમા ગુજરાત બહારના લોકો અને વિદેશી નાગિરકો માટે ગિફ્ટ સિટીમાં દારુ પીવા માટે કોઇ પરમિટ લેવાની જરૂર પડશે નહીં. 31 ડિસેમ્બર તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારો આ નિર્ણય દારૂના રસિયાઓને મોજ કરાવશે.
ગિફ્ટ સિટીમાં દારુ પીવાના નિયમ હળવા થયા
ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારુ પીવાના નિયમમાં વધુ છુટછાટ અપાઇ છે. ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતમાં ગિફ્ટ સિટીને ગ્લોબલ ઇકો સિસ્ટમ પૂરી પાડવા માટે રાજ્ય સરકારે દારૂબંધીના નિયમોમાં ઐતિહાસિક સુધારા કર્યા છે. ગિફ્ટ સિટી સંબંધિત આ નિર્ણય 30 ડિસેમ્બર, 2023ના રોજ અપાયેલી છૂટછાટને વધુ સરળ અને વિસ્તૃત બનાવે છે. નવા નોટિફિકેશનથી ગિફ્ટ સિટીમાં આવતા બિઝનેસ ડેલિગેટ્સ, પ્રવાસીઓ, વિદેશી નાગરિકો અને ગુજરાત બહારના લોકો સરળતાથી દારુ પી શકશે.
ગિફ્ટ સિટીમાં દારુ પીવાના નવા નિયમ
નવા નિયમ મુજબ હવે ગુજરાત બહારના લોકો અને વિદેશી નાગિરકોને ગિફ્ટ સિટીમાં દારુ પીવા માટે પરમિટ લેવી પડશે નહીં. તેઓ ફોટા સાથેનું માન્ય ઓળખપત્ર (Legitimate Photograph ID) દેખાડી નિર્ધારિત વિસ્તારમાં દારુ પી શકશે.
ગિફ્ટ સિટીના કર્મચારીઓ માટે પણ લિકર પરમિટના નિયમ ઉદાર કર્યા છે. પરમિટ ધરાવતા ગિફ્ટ સિટીના કર્મચારી હવે એક સમયે 25 મહેમાનોને આમંત્રિત કરી શકશે. પરમિટ વગરના લોકોએ નિર્ધારિત ફૂડ બેવરેજ એરિયામાં ભોજન માટે નિઃસંકોચ પ્રવેશ કરી શકશે.
ગિફ્ટ સિટીમાં સંચાલિત હોટલ અને રેસ્ટોરન્ટને હવે લોન, સ્વિમિંગ પૂલની આસપાસ અને ટેરેસ તેમજ ખાનગી હોટલ રૂપમાં પણ દારુ પીરસવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ તેની માટે FL-III લાઇસન્સ ફરજિયાત હોવું જોઇએ. અગાઉ નિર્ધારિત વાઇન એન્ડ ડાઇન વિસ્તારમાં જ અને ખાસ પરમિટ ધરાવતા કર્મચારીઓને જ પરવાનગી હતી.
નવા નિયમ મુજબ આ છુટછાટ માત્ર ગિફ્ટી સિટીના સીમિત વિસ્તાર પુરતી જ છે. કોઇ પણ વ્યક્તિ દારુની બોટલ ગિફ્ટ સિટીના વિસ્તારમાંથી બહાર લઇ જઇ શકશે નહીં.
ગિફ્ટ સિટીમાં દારુ પીવા આવનાર વ્યક્તિની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઇએ. તમામ નિયમો ગુજરાત પ્રોહિબિશન એક્ટર મુજબ લાગુ પડશે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2025/12/24/gujarat-gift-city-liquor-rules-2025-12-24-11-11-26.jpeg)
ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં દારુ પીવાના નિયમમાં છુટછાટ આગામી કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સ ગેમ્સ જેવા કાર્યક્રમોને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યા હોવાનું મનાય છે. આંતરરાષ્ટ્રીય રમત કાર્યક્રમોમાં દુનિયાભર માંથી મોટી સંખ્યામાં ખેલાડીઓ અને પ્રેક્ષકો આવશે. ઉપરાંત ગિફ્ટ સિટીમાં દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામાં બિઝનેસ ડેલિગેટ્સ આવે છે. આ તમામ લોકોની સગવડતાને ધ્યાનમાં રાખી ગિફ્ટ સિટીમાં લિકર પરમિટના નિયમોમાં છુટછાટ આપવામાં આવ્યા છે.
