ગુજરાતમાં અવિરત મેઘ મહેરઃ છેલ્લા 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ નોંધાયો, પાટણના સાંતલપુરમાં 15 ઈંચ ખાબક્યો

ગુજરાતમાં અવિરત મેઘ મહેરઃ છેલ્લા 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ નોંધાયો, પાટણના સાંતલપુરમાં 15 ઈંચ ખાબક્યો

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


In the present day Gujarat rain fall information: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક હળવો તો ક્યાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. જોકે, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદના કારણેને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ધબધબાટી બોલાવ્યા બાદ મેઘાની સવારી ઉત્તર ગુજરાત તરફ વળી છે. શુક્રવારથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધારે વરસાદ પાટણના સાંતલપુરમાં 15 ઈંચ વરસાદ ખાબક્યો હતો. 

છેલ્લા 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ નોંધાયો 

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 24 જુલાઈ 2026, સવારે 6 વાગ્યાથી લઈને 25 જુલાઈ 2026, સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 265 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં 15 ઈંચ વરસાદ નોંધાયો હતો. 

પાટણના સાંતલપુર તાલુકામાં સૌથી વધુ 15 ઈંચ વરસાદ ખાબક્યો

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે રાજ્યમાં 24 કલાકના સમયમાં 265 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં 15 ઈંચ વરસાદ નોંધાયો હતો. રાધનપુરમાં 13.46 ઈંચ. ભાભરમાં 11.3 ઈંચ, દિયોદરમાં 10.83 ઈંચ, દાંતિવાડામાં 7.09 ઈંચ વરસાદ નોંધાયો હતો. 

15 તાલુકામાં 5થી 15 ઈંચ વચ્ચે વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકના સમયમાં 265 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જે પૈકી 15 તાલુકા એવા છે જ્યાં 5થી 15 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારમાં પડેલા વરસાદની માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે. 

તાલુકો વરસાદ(ઈંચમાં)
સાંતલપુર 15
રાધનપુર 13.46
ભાભર 11.3
દિયોદર 10.83
નડિયાદ 10.31
મહેમદાવાદ 8.39
દાંતિવાડા 7.09
થાનગઢ 7.09
વાંકાનેર 6.93
સુઈગામ 6.81
ઓગડ 5.98
દહેગામ 5.71
થરાદ 5.12
સોજીત્રા 5.04
ડીસા 5

ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ

ગુજરાતમાં ચાલી રહેલા ભારે વરસાદ વચ્ચે રાહત અને બચાવ કામગીરી ઝડપી ગતિએ ચાલુ છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિને પગલે, 38,653 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જ્યારે 5,547 થી વધુ લોકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ- Ahmedabad Rain: બોપલ-ઘુમામાં ગંભીર જળબંબાકારની પરિસ્થિતિ, CM ભૂપેન્દ્ર પટેલે સ્થળ મુલાકાત લઈ સમીક્ષા કરી

હવામાન વિભાગે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ અને ખેડા માટે ઓરેન્જ એલર્ટ લાગુ છે. માહિતી અનુસાર, દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 62 ટકા વધુ વરસાદ પડ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *