ખેડૂતની વાત સાંભળી તમે સલામ મારશો, કહ્યું ઝેર ખવડાવી પૈસા કમાવા નથી

ખેડૂતની વાત સાંભળી તમે સલામ મારશો, કહ્યું ઝેર ખવડાવી પૈસા કમાવા નથી

ધર્મ RELIGION
Spread the love


દ્વારકા: ખેતી ક્ષેત્રે ખેડૂતોમાં આવેલી જાગૃતિ એ ખેડૂતોને સમૃદ્ધિના દ્વાર સુધી પહોંચાડી જાય છે. આજે અનેક ખેડૂતો એવા છે જેઓએ પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવી પોતાની જમીનની પવિત્રતા અકબંધ રાખી છે. આવા જ એક ખેડૂત ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામે રહે છે. છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી શાકભાજીનું વેચાણ કરે છે અને વર્ષે બે લાખ રૂપિયાનો નફો મેળવે છે.

સારા ઉત્પાદન માટેની દોડમાં ખેડૂતો બેફામ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરતા થયા છે. આથી માણસોમાં રોગનું પ્રમાણ પણ વધી રહ્યું છે અને જમીનમાં પણ પોષક તત્વોની ઘટ આવી રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે. જેમાં હર્ષદપુરના ખેડૂત લખુભાઈ ડાભીનો પણ સમાવેશ થાય છે. લખુભાઈ ડાભી વર્ષ 2019થી ઝેર મુક્ત ખેતી કરી રહ્યા છે. તેઓ હાલમાં રીંગણી, શક્કરિયા, ટિંડોળા, દૂધી, બટેકા, ટમેટા, સહિતના શાકભાજી અને લીલી હળદરનું વાવેતર કરેલું છે. લખુભાઈ કહે છે કે, “ખેડૂતોએ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ બંધ કરી આપણી જૂની ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ.”

News18

આ ખેડૂત હાલ ખંભાળિયા અને જામનગરમાં દવા વગરના શાકભાજી પહોંચાડે છે. લોકો મને ફોન કરી તેમની જરૂરિયાત મુજબની શાકભાજીનો ઓર્ડર લખાવી આપે છે અને તે ઓર્ડર મુજબ શાકભાજી પહોંચાડું છું. વર્ષે અંદાજિત રૂપિયા 2 લાખ જેટલો નફો થાય છે. તેઓએ કહ્યું કે “શાકભાજી એ લોકોને રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુ છે તેનો ઉપયોગમાં ઝેર ભરે તો તે માનવ જિંદગી માટે હાનિકારક સાબિત થઈ શકે તે હાથી તેમને વિચાર કર્યો કે હું લોકોને ઝેરમુક્ત શાકભાજી પહોંચાડીશ.”

આ પણ વાંચો:
આ ખેડૂત ભાઈએ તો ખેતીની પરંપરા તોડી નાખી, એક સાથે 13 પાક ઉગાડ્યા, બમ્પર થઈ આવક

વર્ષ 2019માં તેમણે પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર કર્યો અને તાત્કાલિક અમલમાં લઈ અને નક્કી કર્યું કે હું મારી ખેતીમાં ઝેર નહીં નાખું. આ વિચાર સાથે પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી. તેઓએ કહ્યું કે “આપણા બાપ-દાદાની પેઢી વધુ ઉત્પાદન મેળવવા માટે રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓનો ઉપયોગ ન હોતા કરતા માટે તેઓ નિરોગી હતા અને જ્યારે તેઓને એમ લાગતું કે પાક બગડી રહ્યો છે ત્યારે તેઓ છાણનું રેણ આપતા અને અત્યારે હું જીવામૃત આપુ છું.”

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *