Final Up to date:
મહિલાનું અકાળે મોત નીપજતા આખા પંથકમાં ભારે રોષ અને શોકની લાગણી છવાઈ ગઈ છે.
દ્વારકા: ખંભાળીયામાંથી લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ખંભાળીયા પંથકમાં રખડતા શ્વાને 40 વર્ષીય યુવતીનો ભોગ લીધો છે. સલાયા રોડ પરથી ટુવ્હીલરને આડે શ્વાન આવી જતા ફાલ્ગુનીબેન રૂપારેલિયા સ્લીપ થઈ ગયા હતા. જેના કારણે તેમને ગંભીર ઈજા પહોંચી હતી. જોકે, મહિલાને હોસ્પિટલ લઈ જતા તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મહિલાનું અકાળે મોત નીપજતા આખા પંથકમાં ભારે રોષ અને શોકની લાગણી છવાઈ ગઈ છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, ખંભાળીયાના સલાયા રોડ પરથી 40 વર્ષીય ફાલ્ગુનીબેન રૂપારેલિયા ટુવ્હીલર લઈને જઈ રહ્યા હતા. જે દરમિયાન શ્વાન આડે આવી જતા ફાલ્ગુનીબેન રૂપારેલિયા સ્લીપ થઈ ગયા હતા. જેના કારણે તેમને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ સમાચારને કારણે આખા પરિવારમાં જાણે માતમ છવાઈ ગયો છે.
થોડા દિવસ પહેલા નડિયાદમાં આવો જ એક કિસ્સો બન્યો હતો. નરસંડા ચોકડી નજીક શ્વાન આડો આવતા મોટરસાયકલ સ્લીપ થઈ જતા ગંભીર ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે આમસરણ નજીક ગાડીએ ટુવ્હીલરને ટક્કર મારતા દંપતીને ઈજા થઈ હતી. આ બંને બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પેટલાદ તાલુકાના બામરોલીના ધર્મેશભાઈ ચતુરભાઈ સેનવા તા.૧૫મીએ માતા કોકીલાબેનને બાઈક પર લઈ દોરડા વેચવા જતા હતા. તેઓ નરસંડા ચોકડી નજીક રેસ્ટોરન્ટ આગળથી પસાર થતા હતા. ત્યારે અચાનક કૂતરું આવતા બ્રેક મારતા મોટરસાયકલ સ્લીપ ખાઈ ગઈ હતી. કોકીલાબેન રોડ ઉપર પડતા ગંભીર ઈજાગ્રસ્ત થતા નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં કોકીલાબેનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે ધર્મેશભાઈ સેનવાની ફરિયાદના આધારે વડતાલ પોલીસે બાઈક ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.
Dwarka,Jamnagar,Gujarat
October 26, 2025 11:37 AM IST

