કાર્તિક આર્યનની ‘તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી’ બોક્સ ઓફિસ પર ફ્લોપ, અભિનેતાએ લીધો આ મોટો નિર્ણય!

કાર્તિક આર્યનની ‘તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી’ બોક્સ ઓફિસ પર ફ્લોપ, અભિનેતાએ લીધો આ મોટો નિર્ણય!

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Final Up to date:

કાર્તિક આર્યન બોલિવૂડનો લોકપ્રિય સ્ટાર છે, યુવાનોમાં તેના પ્રત્યે જબરદસ્ત ક્રેઝ જોવા મળે છે. હાલમાં તેની ફિલ્મ ‘તું મેરી મેં તેરા મેં તેરા તૂ મેરી’ રિલીઝ થઈ હતી, પરંતુ તે બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થતાં કાર્તિક આર્યને મોટું દિલ બતાવ્યું છે. તેણે મેકર્સના નુકસાનને જોતા તેમનો સાથ આપ્યો હતો, અને મોટી રકમ પરત કરી દીધી હતી.

કાર્તિક આર્યને મોટું દિલ બતાવ્યું
કાર્તિક આર્યને મોટું દિલ બતાવ્યું

કાર્તિક આર્યનની ફિલ્મ ‘તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી’ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. જોકે, ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ થતાં કાર્તિકે એ મોટો નિર્ણય લઈ તમામ લોકોના દિલ જીતી લીધા હતા. અહેવાલો અનુસાર, ફિલ્મની નિષ્ફળતા અને નિર્માતાઓને થયેલા નુકસાનને જોતા કાર્તિકે પોતાની ફીમાંથી 15 કરોડ રૂપિયા આપી દીધા હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ્યાં સ્ટાર્સ પોતાની તગડી ફી માટે મક્કમ રહેતા હોય છે, ત્યાં કાર્તિકનું આ પગલું ખરેખર હેરાન કરનારું અને પ્રશંસનીય છે.

હાલમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં અનન્યા પાંડે પણ જોવા મળી હતી. ફિલ્મ નિષ્ફળ જતા હવે કાર્તિક આર્યનને લઈ એક મોટી વાત સામે આવી છે. ફિલ્મમાં થયેલા નુકસાનની ભરપાઈ માટે કાર્તિકે પોતે આગળ વધીને પોતાની ફીનો મોટો હિસ્સો છોડી દીધો છે. બોલિવૂડ હંગામાના સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિલ્મનું ખરાબ પ્રદર્શન જોઈને કાર્તિકે નક્કી કરેલી ફીમાંથી 15 કરોડ રૂપિયા લેવાનો ઇનકાર કરી દીધો છે. ધર્મા પ્રોડક્શન્સની આ ફિલ્મ ફ્લોપ થતાની સાથે જ કાર્તિકે આ નિર્ણય લીધો, જેથી મેકર્સ પર આર્થિક બોજ ઓછો થઈ શકે. સામાન્ય રીતે સ્ટાર્સ પોતાની ફી ઘટાડવામાં ખચકાતા હોય છે, પરંતુ કાર્તિકે જોખમ ઉઠાવીને મેકર્સને સાથ આપ્યો છે.

તમે જોયું જ હશે ફિલ્મ હિટ જાય તો સ્ટાર્સ ક્રેડિટ લેવા માટે સૌથી આગળ હોય છે, પરંતુ જ્યારે ફિલ્મ ફ્લોપ થાય, ત્યારે નુકસાનની જવાબદારી લેવા બહુ ઓછા લોકો આગળ આવે છે. ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, જ્યારે ફિલ્મ થિયેટરોમાં સંઘર્ષ કરી રહી હતી, ત્યારે પણ કાર્તિક મજબૂતીથી મેકર્સ સાથે ઉભો રહ્યો હતો. તેના આ પગલાને માત્ર એક કલાકાર તરીકે જ નહીં, પરંતુ એક સાચા ભાગીદાર તરીકે જોવામાં આવી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે, કાર્તિક આર્યને આવું પહેલીવાર નથી કર્યું. જ્યારે તેની ફિલ્મ ‘શહઝાદા’ અપેક્ષા મુજબ નહોતી ચાલી, ત્યારે પણ તેણે પ્રોડ્યુસર્સનો બોજ ઓછો કરવા ફી છોડી દીધી હતી. આ બાબત દર્શાવે છે કે, કાર્તિક પોતાની ફિલ્મોની જવાબદારી લેતા જાણે છે.

કરણ જોહર સાથેના અણબનાવ પર પૂર્ણવિરામ

તો બીજી તરફ, કાર્તિક આર્યન અને કરણ જોહર વચ્ચેના અણબનાવના સમાચારોને પણ પાયાવિહોણા ગણાવ્યા છે. એવી અફવા હતી કે, કરણની ટેલેન્ટ એજન્સી DCAA અને કાર્તિક અલગ થઈ ગયા છે, પરંતુ ધર્મા પ્રોડક્શન્સના સૂત્રોનું કહેવું છે કે, આ માત્ર અફવા છે. હકીકત એ છે કે કાર્તિક અત્યારે ફિલ્મ ‘નાગઝિલા’નું શૂટિંગ કરી રહ્યો છે, જેને ધર્મા પ્રોડક્શન્સ જ કો-પ્રોડ્યુસ કરી રહ્યું છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, કરણ અને કાર્તિકના પ્રોફેશનલ સંબંધો એકદમ સારા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *