કાચી કેરીની કેન્ડી, ચટાકેદાર વસ્તુ પાચનતંત્ર મજબૂત કરશે!

કાચી કેરીની કેન્ડી, ચટાકેદાર વસ્તુ પાચનતંત્ર મજબૂત કરશે!

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


જીવનશૈલી | રેસીપી | કેરીની સીઝન હવે ચોમાસુ શરૂ થવાનું છે તેથી ધીમે ધીમે વિદાય લઇ રહી છે. રસદાર કેરીની મીઠાશ અને ખાટો અને સહેજ તીખો સ્વાદ અદભુત કોમ્બિનેશન છે. જો તમને પણ કંઈક ચટાકેદાર અને ચટપટું ખાવાની ઈચ્છા થાય તો આ મેંગો કેન્ડી બનાવી શકો છો.

આ રેસીપીની સૌથી ખાસ વાત એ છે કે આમાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સાથે ફુદીનો તથા આદુ ઉમેર્યા છે, જે પેટને ઠંડક આપે છે અને પાચનતંત્ર મજબૂત કરે છે અહીં જાણો ખાસ રેસીપી

મેંગો કેન્ડી રેસીપી 

સામગ્રી 

  • 500 ગ્રામ કાચી કેરી
  • જરૂર મુજબ પાણી
  • 20 ગ્રામ ફુદીનો
  • 1 ઇંચ આદુ
  • 250 ગ્રામ ગોળ 
  • 1 ચમચી શેકેલું જીરું પાવડર
  • 1/2 ચમચી કાળા મરી
  • 1/2 ચમચી કાળું મીઠું
  • 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું 
  • 1/2 ચમચી મીઠું
  • 2 ચમચી ઘી
  • ખાંડ પાઉડર

મેંગો કેન્ડી બનાવવાની રીત 

સૌ પ્રથમ એક વાસણમાં થોડું પાણી ઉમેરીને સમારેલી કાચી કેરીને બરાબર સોફ્ટ થાય ત્યાં સુધી બાફી લો. બાફ્યા પછી કેરીના ટુકડાને પાણીમાંથી અલગ કરી સંપૂર્ણપણે ઠંડા થવા દો.

મિક્સર જારમાં બાફેલી કેરીના ટુકડા, સાફ કરેલા ફુદીનાના પાન અને આદુનો ટુકડો ઉમેરો. પાણી ઉમેર્યા વગર તેને એકદમ સ્મૂધ પીસી લો. આ પેસ્ટને ગરણીથી ગાળી લો.

હવે એક નોન સ્ટિક કડાઈમાં ઘી ગરમ કરો. ઘી ઓગળે એટલે તેમાં તૈયાર કરેલો કેરી ફુદીનાનો પલ્પ ઉમેરી 2 મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં ઝીણો સમારેલો ગોળ ઉમેરો અને ગોળ ઓગળે ત્યાં સુધી સતત હલાવતા રહો.

ગોળ ઓગળીને મિશ્રણ ઉકળવા લાગે એટલે તેમાં શેકેલું જીરું પાવડર, કાળા મરી પાવડર, કાળું મીઠું, કાશ્મીરી લાલ મરચું અને  સાદું મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

આ મિશ્રણને ધીમી આંચ પર ત્યાં સુધી પકાવો જ્યાં સુધી તે કડાઈ છોડવા ન લાગે અને એક ઘટ્ટ માવા કે હલવા જેવું ન થઈ જાય. ગેસ બંધ કરી મિશ્રણને થોડું નવશેકું ઠંડુ થવા દો.

મિશ્રણ સહેજ ગરમ હોય ત્યારે હાથ પર થોડું ઘી લગાવી મનગમતો કેન્ડીનો આકાર આપી લો. હવે આ બધી કેન્ડીને ખાંડના પાવડરમાં બરાબર કોટ કરો જેથી તે એકબીજા સાથે ચોંટે નહીં. તમારી મેંગો કેન્ડી તૈયાર છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *