Gujarat lady shot useless in america : અમેરિકાના વર્જિનિયામાં ગુજરાતી મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામના વતની અને 10 વર્ષથી અમેરિકામાં રહેતા 45 વર્ષીય મેઘના બહેન પટેલની સ્ટોરમાં અજાણ્યા બુકાનીધારી દ્વારા ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે. અમેરિકામાં છેલ્લા એક વર્ષ દરમિયાન એક જ મોડસ ઓપરેન્ડીથી ચોથા ગુજરાતની હત્યા કરી દેવામાં આવી છે.
લૂંટના ઈરાદે ઘૂસેલા વ્યક્તિએ હત્યા કરી
જાણકારી પ્રમાણે મેઘના બહેન પટેલ છેલ્લા 10 વર્ષથી પોતાના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા અને વર્જિનિયામાં એક સ્ટોરમાં નોકરી કરતા હતા. મેઘના બહેન જ્યારે સ્ટોર પર હાજર હતા ત્યારે એક બુકાનીધારી શખ્સ સ્ટોરની અંદર આવે છે લૂંટ ચલાવવાના ઈરાદે મેઘના બહેન પર ફાયરિંગ કરે છે. જેમાં તેમનું મોત થાય છે.
હુમલાની આ ભયાનક ઘટના બાદ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
સીસીટીવી ફૂટેજમાં ઘટના કેદ
સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે ચહેરો ઢાંકીને આવેલો એક વ્યક્તિ સ્ટોરમાં પ્રવેશ કરે છે અને કાઉન્ટર તરફ આગળ વધે છે. તે થોડીવાર આમતેમ જુવે છે અને પછી પોતાના ખિસ્સામાં હાથ નાખે છે, બંદૂક કાઢે છે અને ગોળીબાર કરે છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.
આફ્રિકાથી અમદાવાદ આવતા મુસાફરોનું સઘન સ્ક્રીનિંગ, દેશને ઇબોલા મુક્ત રાખવા ગુજરાત સરકાર એલર્ટ
મેઘનાબેનના પિતા કરસનભાઈ પટેલ અને માતા કપિલાબેન હાલ જંત્રાલ ગામમાં રહે છે, જ્યારે તેમના પતિ ઉપેન્દ્રભાઈ પટેલ, પુત્રી નકશીબેન અને પુત્ર સ્મિત હાલ અમેરિકામાં સ્થાયી છે.
