Ahmedabad Revdi Bazar Fireplace: અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા કાલુપુર વિસ્તારમાં આવેલ રેવડી બજારમાં આજે બપોરના સમયે ભીષણ આગ ફાટી નીકળતા 30 થી વધુ દુકાનો આ આગમાં ઝપેટમાં આવી ગઈ છે. આગ કયા કારણોસર લાગી તે વિશે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. જોકે ભીષણ આગની ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેટની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો છે.
રેવડી બજારની દુકાનોમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. હાલમાં 30 થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે.
અમદાવાદના કાલુપુરના રેવડી બજારમાં ભીષણ આગ, લગભગ 30 દુકાનો બળીને ખાખ, વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. #Ahmedabad#Fire#kalupur#Gujaratpic.twitter.com/LWPydoz5AS
— Rakesh Parmar 🇮🇳 (@DRakesh1011) March 18, 2026
ફાયર કંટ્રોલ રૂમને જાણ થતા જ ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં આગની આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જોકે 30થી વધુ દુકાનોમાં રહેલ માલસામાનનને મોટા નુકસાનની ભીતિ છે.
હોર્મુઝના રસ્તે મુદ્રા આવ્યું વધુ એક જહાજ, 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈને પહોંચ્યું ગુજરાત
તમને જણાવી દઈએ કે, અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આખો દિવસ મોટી સંખ્યામાં લોકો હાજર હોય છે. અહીં પાંચકુવા રેવડી બજાર માર્કેટ- સિંધી માર્કેટ આવેલા છે. ત્યાં જ રેવડી બજારમાં લગભગ 50 જેટલી દુકાનો પણ આવેલી છે. ત્યાં જ હાલમાં કાલુપુર રેલવે સ્ટેશન અને તેની આસપાસ મેટ્રો તેમજ રેલવે સ્ટેશનની કામગીરી હોવાથી અહીં વન વે રૂટ જાહેર કરાયો છે.
