અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ડ્રગ્સ માફિયાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. કસ્ટમ વિભાગે એરપોર્ટ પરથી 12.50 કરોડનો હાઈબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે. બેંગકોકથી વાયા કુલાલમ્પુર થઈને મલેશિયા એરલાઈન્સમાં આ ગાંજો અમદાવાદ લાવવામાં આવી રહ્યો હતો. જોકે કરોડોની કિંમતનો નશો શહેરમાં પહોંચે તે પહેલા જ જપ્ત કરવામાં આવ્યો. એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન આ મોટું નેટવર્ક પકડાઈ ગયું. કસ્ટમ વિભાગને મળેલી બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું જેમાં કુલ 12 કરોડ 50 લાખ રૂપિયાનો ગાંજો મળી આવ્યો. ગાંજા સાથે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં અજય પાંડે, સંદીપ રોની અને મનપ્રિતનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓમાંથી ત્રણ પંજાબના છે અને એક વડોદરાનો રહેવાસી છે.હાલ સમગ્ર રેકેટને લઈ પોલીસે તપાસ શરુ કરી છે.
Source link
