Ahmedabad Subhash Bridge: અમદાવાદ સ્માર્ટ સિટીના વધુ એક વ્યસ્ત અને મહત્વના બ્રિજને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સાબરમતી નદી પર બનેલા અને વર્ષોથી પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતા 53 વર્ષ જૂના સુભાષ બ્રિજ ને હવે સંપૂર્ણપણે તોડી પાડીને નવો બનાવવામાં આવશે.
ટેકનિકલ રિપોર્ટમાં તિરાડો હોવાનો ખુલાસો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના કમિશનર બંછાનિધિ પાણીએ બુધવારે મીડિયાને જણાવ્યું હતું કે, સુભાષ બ્રિજની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને દેશના અગ્રણી બ્રિજ એક્સપર્ટ પાસે વિસ્તૃત ટેકનિકલ તપાસ કરાવવામાં આવી હતી. આ નિષ્ણાતોના મૂલ્યાંકન રિપોર્ટમાં બ્રિજના કેટલાક થાંભલામાં તિરાડો જોવા મળી છે.
માત્ર સમારકામ નહીં, તોડી પાડવાનો નિર્ણય
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બ્રિજનું નીચેનું માળખું (સબ-સ્ટ્રક્ચર) અને થાંભલા આશરે 53 વર્ષ જૂના થઈ ગયા છે. જો આ જૂના માળખા પર જ નવો બ્રિજ ઊભો કરવામાં આવે તો ભવિષ્યની 100 વર્ષની ડિઝાઇનના આયુષ્યને ધ્યાનમાં રાખતા ઘણી ટેકનિકલ મર્યાદાઓ અને પડકારો આવી શકે છે. જેથી જૂના પિયર્સ અને સુપર સ્ટ્રક્ચરને સંપૂર્ણપણે હટાવીને નવું માળખું તૈયાર કરવું એ જ લાંબા ગાળાની સુરક્ષા, ટકાઉપણું અને ક્ષમતાની દૃષ્ટિએ સૌથી અસરકારક વિકલ્પ સાબિત થશે.
સુભાષ બ્રિજના પુનઃનિર્માણ અંગે IIT Roorkee, IIT Gandhinagar અને અગ્રણી બ્રિજ નિષ્ણાત શ્રી મહેશ ટંડનના અભ્યાસ મુજબ બ્રિજનું સંપૂર્ણ પુનઃનિર્માણ લાંબા ગાળે વધુ સુરક્ષિત અને ટકાઉ વિકલ્પ બની શકે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું કે ટેકનિકલ અભ્યાસ, ખર્ચ અને… pic.twitter.com/raoo8qEvQN— Amdavad Municipal Company (@AmdavadAMC) June 24, 2026
અગાઉ એવો વિચાર કરવામાં આવ્યો હતો કે બ્રિજના ઉપરના ભાગને હટાવીને જૂના થાંભલાઓનો જ ઉપયોગ કરવામાં આવે અને તેની બંને બાજુ બે-બે લેનના અલગ બ્રિજ બનાવવામાં આવે.
72 કિલોની મહિલાએ માત્ર આ 8 આદતો બદલીને 23 Kg વજન ઘટાડ્યું, જાણો સરળ વેઇટ લોસ ટિપ્સ
આગામી દિવસોમાં લેવાશે અંતિમ નિર્ણય
મ્યુનિસિપલ કમિશનરે ઉમેર્યું કે, રોડ એન્ડ બિલ્ડિંગ્સ (R&B) વિભાગ દ્વારા પણ નવી ડિઝાઇનની ચકાસણી અને જરૂરી વહીવટી પ્રક્રિયાઓ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. અમદાવાદ શહેરને લાંબા સમય સુધી સુરક્ષિત અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહે તે માટે તંત્ર ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યું છે.
