અમદાવાદના નવા મેયર બન્યા હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહ, નવસારીમાં પણ હોદ્દેદારો નિમાયા

અમદાવાદના નવા મેયર બન્યા હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહ, નવસારીમાં પણ હોદ્દેદારો નિમાયા

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Ahmedabad and Navsari Mayor and Deputy Names Introduced : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના 28 દિવસ બાદ હવે મહાનગરપાલિકાઓના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. અમદાવાદ અને નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશના મેયર અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેરના મેયર તરીકે હિતેશ બારોટ અને ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની પસંદગી કરવામાં આવી છે. 

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ મહાનગરપાલિકાના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે  અમદાવાદના પ્રથમ નાગરિક તરીકે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે સાબરમતી વોર્ડના અંજુ શાહની પસંદગી કરવામાં આવી છે.

આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલના નામની જાહેરાત કરાઈ છે. અને ભાજપના શાસક પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે.

નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન હોદ્દેદારોના નામની જાહેરાત

વધુ મળતી માહિતી પ્રમાણે  નવસારી મહાનગરપાલિકામાં પ્રથમ મેયર તરીકે વોર્ડ નંબર 2ના અશોક ધોરાજીયાની પસંદગી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈ જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલ, શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત આ ઉપરાંત દંડક તરીકે રાકેશ પટેલ ના નામ જાહેર કરાયા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *