Neena Gupta Distinctive Roti Pizza : 90ના દાયકાની બોલિવૂડ અભિનેત્રી નીના ગુપ્તા 67 વર્ષની ઉંમરમાં પોતાની એક્ટિંગની સાથે ફિટનેસને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે. અભિનેત્રીની ફિટનેસ જોરદાર છે. આવી સ્થિતિમાં હવે તેમણે પોતાની ફિટનેસનું રહસ્ય ખોલ્યું છે. તેમણે કહ્યું કે તે પિઝા નહીં પણ રોટીજ્જા ખાય છે, જેની રેસીપી પણ તેમણે જણાવી છે.
સોશિયલ મીડિયા પર નીના ગુપ્તાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે હેલ્ધી ટિપ્સ શેર કરતા જોવા મળી રહ્યા છે. તે એક સમયે કરીના કપૂરના શોમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન અભિનેત્રીએ પોતાની ફિટનેસ વિશે પણ વાત કરી અને જણાવ્યું કે તે પોતાને કેવી રીતે ફિટ રાખે છે. આ વાતચીત દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે, જેમાં તે પિઝાને બદલે રોટીજ્જા ખાય છે તેવું જણાવે છે. કરીના કપૂર પણ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આ પછી અભિનેત્રી તેની રેસીપી સમજાવે છે.
નીના ગુપ્તાએ રોટીજ્જાની રેસીપી જણાવી
નીના ગુપ્તાનું કહેવું છે કે તે રોજ રાત્રે એક અલગ પ્રકારનો પિઝા ખાય છે, જેનું નામ તેના પતિએ રોટીજ્જા રાખ્યું છે. અભિનેત્રી તેની રેસીપી વિશે જણાવે છે કે એક સામાન્ય રોટલી લો. ત્યારબાદ તેમાં થોડું માખણ અને ટામેટાનો કેચઅપ નાખો. એ પછી ગોળ કે જેમ રાખવા માંગો છો એ રીતે રાખો. અમે ઘરનું પનીર ખાઈએ છીએ. તેને ઘરે જ બનાવીએ છીએ. તેમાં હોમમેડ પનીર, કેપ્સિકમ અને તેની સાથે તમે મીઠું, મરચું અને જે પણ નાખવા માંગો છો તે નાખી શકો છો.
અમિતાભ બચ્ચનના 50 કરોડના બંગલામાં ભરાયા પાણી, અજય દેવગણનું ઘર ‘શિવશક્તિ’ પણ જલમગ્ન, જુઓ વીડિયો
પરંતુ જ્યારે તમે તેને બનાવો છો ત્યારે તમે એક-એક લેયર લગાવો છો ત્યારે તમે દર બે લેયર પછી મીઠું અને મરચું ઉમેરી દેજો. પછી ઉપર થોડું બટર લગાવો. આ પછી તેને ઓવનમાં મુકો. ત્યારે ચીઝ વગર તમારો કમાલનો પિઝા તૈયાર થઈ જશે. તે ખૂબ જ સ્વસ્થ છે.
ઉલ્લેખનીય છે કે નીના ગુપ્તા 67 વર્ષની ઉંમરે પણ ખૂબ જ ફિટ છે અને તે સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખે છે. ખાવા-પીવા ઉપરાંત વર્કઆઉટ પણ કરે છે. લોકો તેમની સુંદરતા અને ફિટનેસનું ઉદાહરણ આપે છે.
