Categorical Investigations : ભારતમાં દરરોજ સરેરાશ એક કરોડથી દસ કરોડ કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવે છે. આ બધાની વચ્ચે સરકારે સોશિયલ મીડિયા પર કડકાઈ વધારી દીધી છે. સરકારે છેલ્લા પાંચ મહિનામાં સરેરાશ દર 68 સેકન્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને બ્લોકિંગ ઓર્ડર આપ્યો છે. છેલ્લા પાંચ મહિનામાં લગભગ 1.95 લાખ આવા બ્લોકિંગ આદેશો આપવામાં આવ્યા છે. એટલે કે સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દરરોજ 1275 બ્લોકિંગ ઓર્ડર મોકલ્યા છે.
ઈન્ડિયન એક્સપ્રેસના ડેટા અનુસાર, આ વર્ષે માર્ચથી જુલાઈ દરમિયાન, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ પર પોસ્ટ થતા ઓનલાઇન કન્ટેન્ટ પર બ્લોક કરવા માટે સરકારના નિર્દેશોમાં વધારો થયો છે. ખાસ વાત એ છે કે આ વખતે દિલ્હીના જંતર મંતર પર પરીક્ષા પેપર લીક થવાના વિરોધમાં કોકરોચ જનતા પાર્ટી સાથે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનનો પણ સમાવેશ થાય છે, જે જૂનની શરૂઆતમાં શરૂ થયો હતો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ 25 જુલાઈએ વિરોધ પ્રદર્શન સમાપ્ત થયું હતું.
