સુરતમાં મોટી દુર્ઘટના: કેમિકલ ફેક્ટરીના ETP પ્લાન્ટના ટેન્કની સફાઈ દરમિયાન ઝેરી ગેસથી શ્વાસ રૂંધાતા 4 શ્રમિકોના મોત

સુરતમાં મોટી દુર્ઘટના: કેમિકલ ફેક્ટરીના ETP પ્લાન્ટના ટેન્કની સફાઈ દરમિયાન ઝેરી ગેસથી શ્વાસ રૂંધાતા 4 શ્રમિકોના મોત

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


સુરતના ખાંડ બજાર વિસ્તારમાંથી એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. ચોર્યાસી ડેરીની બાજુમાં આવેલા રતિ હાઉસ ખાતે આજે વહેલી સવારે અંડરગ્રાઉન્ડ ETP પ્લાન્ટની ટેન્ક સફાઈ દરમિયાન ઝેરી ગેસથી શ્વાસ રૂંધાતા શ્રમિકોના મોત થયા છે.

આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે ચારેય શ્રમિકોને બહાર કાઢી સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ડોક્ટરે ચારેયને મૃત જાહેર કર્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે 10 વાગ્યાની આસપાસ ફાયર કંટ્રોલ રૂમને એક કોલ મળ્યો હતો કે ખાંડ બજાર પાસે એક વ્યક્તિ ચેમ્બરમાં ફસાયેલ છે. કોલ મળતાની સાથે જ ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.  જોકે ફાયરકર્મીઓએ યુદ્ધના ધોરણે એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ચાર લોકોને બહાર નીકાળ્યા હતા અને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા પરંતુ હોસ્પિટલમાં હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.

ETP (એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) શું છે?

ETP (એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) એ ઔદ્યોગિક ગંદા પાણીને શુદ્ધ કરવાની એક સિસ્ટમ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગોમાંથી નીકળતા રસાયણો અને ઝેરી કચરાને દૂર કરી, પાણીને પર્યાવરણમાં છોડવા લાયક અથવા ફરીથી વાપરવા યોગ્ય બનાવવાનો છે.

સલામતી પ્રોટોકોલની અવગણના

ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં ફેક્ટરીઓ અથવા ગટરની ટાંકીઓની સફાઈ દરમિયાન સલામતી પ્રોટોકોલની અવગણનાના પરિણામે, ગૂંગળામણ અને ઝેરી વાયુઓના સંપર્કમાં આવવાથી કામદારોના મૃત્યુની દુ:ખદ ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવે છે. આ ઘટનાઓ સામાન્ય રીતે ત્યારે બને છે જ્યારે કામદારો પૂરતા સલામતી સાધનો વિના રાસાયણિક ટાંકીઓ, ETP (એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) ટાંકીઓ અથવા ગટરની ટાંકીઓ સાફ કરે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *