Share Market Information At present Stay Replace In Gujarati : આરબીઆઈ ધિરાણનીતિની ઘોષણા પહેલા શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ઘટાડે ખુલ્યા છે. સેન્સેક્સ 102 પોઇન્ટ ઘટી 73000 લેવલની નીચે 72,965 ખુલ્યો છે. એનએસઇ નિફ્ટી 85 પોઇન્ટ ઘટીને 22,690 ખુલ્યો છે. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી પૂર્વ બેંક અને ફાઈનાન્સ શેર નરમ છે.
-
Oct 07, 2026 10:11 IST
RBI વ્યાજદર 0.25 ટકા વધાર્યા, બેંક લોન મોંઘી થશે
RBI એ વ્યાજદરમાં 0.25 ટકા વધારો કર્યો છે. રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ ધિરાણનીતિની ઘોષણા કરતા કહ્યું કે, પશ્ચિમ એશિયામાં તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતા સર્જાઇ છે. મોંઘવારી વધવાની આશંકાને ધ્યાનમાં રાખીને મુખ્ય નીતિગત દરોમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. RBI દ્વારા વ્યાજદર વધતા હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન સહિત વિવિધ બેંક લોન મોંઘી થશે. વાંચો સંપૂર્ણ અહેવાલ
-
Oct 07, 2026 09:21 IST
RBI પોલિસી પહેલા સેન્સેક્સ 450 પોઇન્ટ તૂટ્યો
આજે શેરબજાર ઘટાડે ખુલ્યા હતા. આ દરમિયાન આરબીઆઈની ધિરાણનીતિની ઘોષણા પહેલા IT, બેંક અને ફાઈનાન્સ શેરમાં નરમાઇ થી સેન્સેક્સ 450 પોઇન્ટ તૂટ્યો છે. નિફ્ટી 150 પોઇન્ટ ઘટીને 22620 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે.
-
Oct 07, 2026 09:18 IST
અપોલો ટાયર્સના CFO ગૌરવ કુમારનું રાજીનામું, શેર નરમ
અપોલો ટાયર્સના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર (CFO)એ રાજીનામં આપ્યું છે. તેમનું રાજીનામું 6 ઓક્ટોબરથી લાગુ થયું છે. Apollo ટાયર્સનો શેર પોણા ટકા ઘટીને ₹ 398 ભાવ બોલાતો હતો.
-
Oct 07, 2026 09:14 IST
શેરબજારની નજર RBI પોલિસી પર, બેંક સ્ટોક નરમ
આરબીઆઈ ધિરાણનીતિની ઘોષણા પહેલા શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ઘટાડે ખુલ્યા છે. સેન્સેક્સ 102 પોઇન્ટ ઘટી 73000 લેવલની નીચે 72,965 ખુલ્યો છે. એનએસઇ નિફ્ટી 85 પોઇન્ટ ઘટીને 22,690 ખુલ્યો છે. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી પૂર્વ બેંક અને ફાઈનાન્સ શેર નરમ છે.
