મોટાભાગના ઘરોમાં સમય બચાવવા માટે તવા પરથી રોટલી ઉતારીને તેને સીધી ગેસ બર્નરની આંચ પર ફુલાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ આદત તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે? આધુનિક સંશોધનો અનુસાર આ પદ્ધતિથી રોટલી બનાવવાથી તેમાં કાર્સિનોજેનિક રસાયણો ઉત્પન્ન થાય છે. આજે અમે તમને જણાવીશું કે ગેસ પર સીધી રોટલી રાંધવાના ગેરફાયદા શું છે?
જાણો ગેરફાયદા
ઘણા અભ્યાસો અનુસાર ગેસ એવા વાયુ પ્રદૂષકોનું ઉત્સર્જન કરે છે, જે આપણા ખોરાકને નુકસાન પહોંચાડે છે. આવી ઘણી ખાદ્ય વસ્તુઓ છે જે સીધી ગેસ પર રાંધવામાં આવે છે. રોટલી પણ તેમાંથી એક છે જે તવા પર નહીં પણ સીધી ગેસ પર રાંધવામાં આવે છે. સીધી આગ પર રાંધેલી રોટલી સારી રીતે ફૂલે છે, પરંતુ સીધી આગ પર શેકવાથી પણ ગેરફાયદા થાય છે.
શરીર પર ઊંડી અસર
ઉપર જણાવ્યા મુજબ, ગેસમાં વાયુ પ્રદૂષકો હોય છે. આ સમસ્યાને કાર્બન મોનો ડાયોક્સાઇડ ઝેર કહેવામાં આવે છે, જે પેટમાં દુખાવો, માથાનો દુખાવો, ચક્કર વગેરે જેવા લક્ષણોનું કારણ બને છે.
કેન્સરનું જોખમ
ગેસની જ્વાળા પર રોટલી શેકવાથી કાર્સિનોજેનિક પેદા થઈ શકે છે. આ આપણા શરીર માટે ખૂબ જ ખતરનાક છે. કાર્સિનોજેનિક એક ઝેરી પદાર્થ છે જેના કારણે વ્યક્તિને કેન્સર થઈ શકે છે. તે જનીનોને અસર કરે છે અથવા સામાન્ય કોષોને નુકસાન પહોંચાડે છે જેથી તેઓ કેન્સરના કોષોમાં ફેરવાઈ જાય છે. આવામાં જો ઘઉંની રોટલી સીધી ગેસ પર ગરમ કરવામાં આવે તો કાર્સિનોજેનિક ઉત્પન્ન થઈ શકે છે. જેના કારણે કેન્સર જેવા ગંભીર રોગો પણ થઈ શકે છે.
આ પણ વાંચો: આવી રીતે બનાવો દૂધીનું મસાલેદાર શાક, નાના બાળકોથી લઈને મોટા સૌ હોંશે હોંશે ખાશે
રોટલી શેકવાની યોગ્ય રીત
સ્વસ્થ અને યોગ્ય જીવનશૈલી માટે રોટલી શેકવા માટે તવા પર મૂકો. હવે જ્યારે રોટલી હળવી શેકાઈ જાય, ત્યારે તેને પલટાવીને બીજી બાજુથી પણ શેકો. રોટલી રાંધવા માટે સુતરાઉ કાપડનો ઉપયોગ કરો અને તેને ફેરવીને રાંધો. આમ કરવાથી રોટલી ફૂલી જશે અને બધી બાજુથી પાકી જશે.
