રૂપાલ ગામમાં નોમની પલ્લીમાં આજે ઘી ની નદીઓ વહેશે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે, જાણો શું છે ઇતિહાસ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Rupal Palli historical past : ગાંધીનગર નજીક આવેલા રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની દર વર્ષે નવરાત્રિના નોમની રાત્રીએ પલ્લી નીકળે છે. આ વખતે 19મી ઓક્ટોબરે પલ્લીનો મેળો યોજાશે. આ પલ્લીમાં ઘી ની નદીઓ વહે છે. જેના માટે મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સોમવારે મધ્યરાત્રીએ માતાજીની આજ્ઞા બાદ નીકળતી પાંચ જ્યોતવાળી આ પલ્લી ઉપર કરોડથી વધુ રૂપિયાના ચોખ્ખા ઘીનો અભિષેક થશે.

રૂપાલ ગામમાં મોટા પાયે એકત્ર થતી જનમેદનીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. સમગ્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુચારુરૂપે જળવાઈ રહે તે માટે 11 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તથા 42 જેટલા જવાબદાર અધિકારીઓની નિમણૂક કરાઈ છે.

રુપાલ પલ્લી શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે. વરદાયિની માતાની પલ્લીમાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે.  વરદાયિની માતાની પલ્લી નવરાત્રી નવમી રાત્રીએ નીકળતી હોય છે જેમાં ઘીનો ચઢાવો થાય છે. એક જ રાતમાં હજારો લાખો કિલો ચોખ્ખું ઘી પલ્લીમાં ચઢે છે.

રૂપાલ પલ્લીનો ઈતિહાસ

મહાભારતકાળથી રૂપાલ ગામમાં યોજાતા પલ્લી મેળામાં સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે. પલ્લીના ઇતિહાસ પર નજર કરીએ તો દ્વાપર યુગમાં પાંડવોએ ગુપ્તવાસમાં જતાં પહેલાં પોતાના શસ્ત્રો ખીજડાના એક વૃક્ષની નીચે સંતાડયા હતા. આ શસ્ત્રોની રક્ષા માટે તેઓએ વરદાયિની માતાને પ્રાર્થના કરી હતી. ત્યાર બાદ યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ આસો સુદ નોમના દિવસે કૃષ્ણ, પાંડવો અને દ્રૌપદી સાથે માતાજીની સોનાની પલ્લી બનાવી, તેની ઉપર પાંચ કુંડની સ્થાપના કરી હતી અને ગામમાં પલ્લી યાત્રા કાઢી પંચબલી યજ્ઞ કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી આ પરંપરા યથાવત છે અને રૂપાલ ગામે માતા વરદાયિનીના સાનિધ્યમાં અહીં પલ્લી નિકાળવામાં આવે છે. 

વરદાયિની માતાને પ્રસન્ન કરવા માટે માતાની પલ્લીની ઉપર ચોખ્ખું ઘી ધરાવાય છે. જેમાં અંદાજે ચારથી પાંચ લાખ કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે. દેવીની પલ્લી-પાલખીને ઉંચકી જતો લાંબો વરઘોડો આ મેળાની વિશિષ્ટતા છે. દર વર્ષે પલ્લીમાં 10 લાખ જેટલા ભાવિકો આવે છે અને માતા સામે પોતાની મનોકામના માગે છે, જે શ્રદ્ધાળુંની મનોકામના પૂર્ણ થાય છે તે નવરાત્રીમાં નોમના દિવસે માતાની પલ્લીની ઉપર ઘીનો અભિષેક કરે છે. 

રૂપાલ પલ્લી અને કથા

વરદાયીની માતાની પલ્લી સાથે ત્રણ જેટલી દંતકથાઓ જોડાયેલી છે. વરદાયીની માતા દેવસ્થાન સંસ્થાના કહેવા પ્રમાણે એક દંતકથા ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામચંદ્ર, પિતાની આજ્ઞા પાળવા વનમાં ગયા હતા ત્યારે તેમણે ભરત મિલાપ બાદ શ્રી શ્રૃંગી ઋષિના આદેશથી લક્ષ્મણ તથા સીતામાતા સહિત શ્રી વરદાયીની માતાજીના દર્શન કરી પુજા અર્ચના કરી હતી. પ્રાર્થના કરતાં શ્રી વરદાયીની માતાજીયે પ્રસન્ન થઈ ભગવાન શ્રી રામચંદ્રને આશીર્વાદ આપી શક્તિ નામનુ એક અમોધ દિવ્ય અસ્ત્ર આપ્યુ હતું. લંકાના યુદ્ધમાં ભગવાન શ્રી રામચંદ્ર આજ બાણથી અજેય રાવણનો વધ કર્યો હતો. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *